પોરબંદરના શ્રીનગર જે.જી.વાય. પી.જી.વી.સી.એલ. ફીડરમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ચાર ગામમાં વિજપુરવઠો કાર્યરત કરાયો
પોરબંદરના શ્રીનગર જે.જી.વાય. પી.જી.વી.સી.એલ. ફીડરમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ચાર ગામમાં વિજપુરવઠો કાર્યરત કરાયો
૦૦૦૦
પી.જી.વી.સી.એલ. વિભાગના અધિકારીઓ સહિતની ટીમે અતિ ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં સરાહનીય કામગીરી કરી
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં અમુક સ્થળોએ વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેથી પી.જી.વી.સી.એલ. વિભાગની ટીમ દ્વારા અતિ ભારે વરસાદની સ્થિતિમાં પુનઃ વિજપુરવઠો કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પોરબંદર નજીક આવેલા શ્રીનગર જે.જી.વાય. પી.જી.વી.સી.એલ. ફીડરમાં પાંચ ગામનો પાવર સપ્લાય ગઈકાલ સાંજથી બંધ હતો. જેથી પી.જી.વી.સી.એલ. વિભાગની ટીમો દ્વારા ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આજે વહેલી સવારથી જ રાબેતા મુજબ વિજપુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી હાથ ધરી હતી.
પી.જી.વી.સી.એલ. વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ ધસમસતા પાણીના પ્રવાહમાં અધિકારીઓ સહિતની ટીમે કલાકોની જહેમત બાદ રાબેતા મુજબ ખોરવાયેલ વિજપુરવઠો પાલખડા, બરડીયા, રાતડી અને કાંટેલા સહિતના ચાર ગામોમાં કર્યો છે તેમજ શ્રીનગર ગામમાં ભારે પાણીના પ્રવાહની વચ્ચે પણ વિજપુરવઠો શરૂ કરવાની કામગીરી ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.