મેંદરડા નગર અને સામાકાંઠા વિસ્તારમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ બહોળી સંખ્યામાં નગરજનો શ્રીકૃષ્ણ ના રંગે રંગાયા - At This Time

મેંદરડા નગર અને સામાકાંઠા વિસ્તારમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ બહોળી સંખ્યામાં નગરજનો શ્રીકૃષ્ણ ના રંગે રંગાયા


મેંદરડા ખાતે જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ
મેંદરડા માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ આયોજિત ભવ્ય અને વિશાળ શોભાયાત્રા મેંદરડા નગર અને સામા કાંઠા વિસ્તારમાં નીકળી હતી આ શોભાયાત્રા સવારે પટેલ સમાજ ખાતેથી શુભ આરંભ કરવામાં આવેલ હતી જે વડલી ચોક,જુની મેઈન બજાર, અજમેર ચોક, સહિત નગરની વીવીધ સોસાયટીમાં શોભાયાત્રા નીકળી હતી અને લોકોએ દર્શન કરી પ્રસાદી પ્રાપ્ત કરેલ હતી ત્યારે ધીમીધારે વરસતાં વરસાદ વચ્ચે પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા
તેમજ મેંદરડાના સામા કાંઠા વિસ્તારમાં પણ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું જે માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રયાણ કરી સામા કાંઠાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી અને શોભાયાત્રા માં વિવિધ પ્રકારના ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા ફ્લોટ્સ રજૂ કરવામાં આવેલ હતા
આ શોભાયાત્રામાં મેંદરડા શહેરના નાના મોટા તમામ વેપારી ઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા ના રૂટ પર ગલીએ ગલીએ મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા અને "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" "હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી" જેવા વિવિધ નારાઓ સાથે મેંદરડા નગર કૃષ્ણ મય બન્યું હતું આ શોભાયાત્રામાં ભાઈઓ બહેનો બાળકો, હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ,રાજકીય બિન રાજકીય વિવિધ સેવાકીય સમિતિઓ, સંસ્થાઓ સહિત અનેક લોકો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી રહ્યા હતા

રીપોર્ટીંગ:-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.