વહીવટીતંત્ર દ્વારા કોડીનાર તાલુકાનાં દેવળી ગામે 28 કરોડ 40 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાઈ* - At This Time

વહીવટીતંત્ર દ્વારા કોડીનાર તાલુકાનાં દેવળી ગામે 28 કરોડ 40 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાઈ*


*વહીવટીતંત્ર દ્વારા કોડીનાર તાલુકાનાં દેવળી ગામે 28 કરોડ 40 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાઈ*
----‐-----------
*આજરોજ રૂ. 1 કરોડ 40 લાખ કિંમતની કુલ 55778 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ*
----‐-----------
*3 દિવસમાં કુલ 35 દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે 597621 ચો.મી. જમીન ખુલ્લી થઈ*
----‐-----------
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત આજરોજ 10 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે રૂ. 1 કરોડ 40 લાખની કુલ 55778 ચો.મી. કિંમત જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આમ, વહિવટી તંત્ર દ્વારા 3 દિવસમાં કુલ 35 દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે રૂ. 28 કરોડ 40 લાખની 597621 ચો.મી. જમીન ગ્રામ પંચાયત દ્વારા ચાર જેસીબી તેમજ બે ટ્રેકટર દ્વારા ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.