રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે “બાળ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ શહેર તા.૨૧/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો તેમજ વાલીઓ સાથે તા.૨૦/૮/૨૦૨૪ને મંગળવારના રોજ “બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં ૩ થી ૬ વર્ષના આંગણવાડીમાં આવતા બાળકના ઓગસ્ટ મહિનામાં આવતા બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય નેતાઓની વેશભૂષા બાળકો દ્વારા કરવામાં આવી. બાળકો રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય નેતા વિશે જાણે, સમજે એવા હેતુથી ઓગસ્ટ માસની ત્રીજા મંગળવારની થીમ મુજબની ઉજવણી કરવામાં આવી અને વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યુ. આ ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.