ખેડૂતોને માર્ગદર્શિત કરતી શિબિર યોજાઈ
“ પ્રાકૃતિક ખેતી” એ ધરતીના સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહેલો એક સામૂહિક પ્રયત્ન છે, જેનાથી માત્ર છોડનું સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ, જમીનના સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી બી. આર. બલદાણીયા તેમજ નિયામક ખેતીવાડી મદદનીશ કે. બી. રમણાએ બોટાદના ખાખોઈ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગળ વધવા આહ્વાન કર્યું હતું.
શિબિરમાં નીક્ષસ કમ્પનીથી મનોજ સુવાગિયા, કામધેનુ એગ્રોમાંથી દિનેશ જાદવ, ખોડલધામ એગ્રોમાંથી મહેન્દ્રભાઈ, ખેડૂતપેમાંથી હાર્દિકભાઈ સહિતના આગેવાનો એ હાજર રહી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગળ વધવા ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.