ગામના સરપંચ સહિતના લોકો દ્વારા શાળાને તાળાબંધી કરીને શિક્ષણનો બહિષ્કાર કરાયો
( અસરફ જાંગડ દ્વારા)
ગઢડા તાલુકાના પીપળીયા ગામે ખાતે આવેલી પ્રાથમિક શાળામાં નબળા શિક્ષણ અને શાળામાં અપુરતી સુવિધાઓને કારણે ગામના સરપંચ સહિતના લોકો દ્વારા શાળાને તાળાબંધી કરીને શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ,જ્યાં સુધી શાળાનાં પ્રિન્સિપલની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગામ ના લોકોએ નિર્ણય કર્યો છે,તો બીજી બાજુ શાળાના આચાર્યએ શાળામાં શિક્ષણકાર્ય નબળું હોવાનું સ્વીકાર્યું હતું.પીવાનાં પાણી, ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ અંગે સરપંચે જણાવ્યું હતું કે, શાળાનાં પ્રિન્સિપલ અને શિક્ષકો બેદરકારી દાખવે છે અને વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ આપતા નથી જેથી શાળાનું શિક્ષણ એકદમ નબળું છે. શાળામાં પીવાનાં પાણી, ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સ્કૂલ માં ઘણાં સમયથીલાખો રૂપિયાના ખર્ચ કરાયેલા કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યાં છે તેમજ શાળામાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા કોમ્પ્યુટર લેબ બનાવેલ છે, પરંતુ હાલ તમામ કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યાં છે અને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના અભ્યાસથી વંચિત રહે છે. તેમજ શાળામાં રમત ગમત માટેના સાધનો પણ છે,છતા તે વિદ્યાર્થીઓને ઉપયોગી આવતા નથી. જેથી પીપળીયા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.