બ્રાઝિલમાં પ્લેન ક્રેશ, 61ના મોત:એક મિનિટમાં 17 હજાર ફૂટ નીચે પડ્યું, આગ લાગી; સાઓ પાઉલોના વિન્હેડો શહેરમાં બનેલી ઘટના - At This Time

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ, 61ના મોત:એક મિનિટમાં 17 હજાર ફૂટ નીચે પડ્યું, આગ લાગી; સાઓ પાઉલોના વિન્હેડો શહેરમાં બનેલી ઘટના


બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં 61 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે, સત્તાવાર માહિતી અનુસાર તમામ મુસાફરોના મોત થયા છે. એરલાઈન વોઈપાસે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતું પ્લેન ક્રેશ થયું હતું. તેમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. અકસ્માત કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી. જે પ્લેન ક્રેશ થયું તેનું રજીસ્ટ્રેશન PS-VPB, ATR 72-500 છે. તેમાં કુલ 74 લોકો બેસી શકે છે. જો કે, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 62 લોકો હતા. પ્લેન એક મિનિટમાં 17 હજાર ફૂટ નીચે પડ્યું
સીએનએનના અહેવાલ મુજબ, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાને દુર્ઘટનાના દોઢ મિનિટ પહેલા ઊંચાઈ ગુમાવી દીધી હતી. સ્થાનિક સમય અનુસાર બપોરે 1:21 વાગ્યા સુધીમાં પ્લેન 17 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. તે માત્ર 10 સેકન્ડમાં અંદાજે 250 ફૂટ નીચે પડી ગયું. તે પછીની આઠ સેકન્ડમાં લગભગ 400 ફૂટ ઉપર ગયું. 8 સેકન્ડ પછી તે 2 હજાર ફૂટ નીચે પહોંચી ગયું. પછી, લગભગ એક મિનિટમાં, તે ઝડપથી નીચે ઉતરવા લાગ્યું - માત્ર એક મિનિટમાં લગભગ 17 હજાર ફૂટ નીચે પડ્યું અને આગ લાગી. પ્લેન ક્રેશ પછીની તસવીરો રહેણાંક વિસ્તારમાં પડ્યું, ઘણા ઘરો સાથે અથડાયું
સીએનએન બ્રાઝિલના અહેવાલ મુજબ, નાગરિક સુરક્ષા વિભાગે કહ્યું છે કે વિમાન રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ દરમિયાન તે ઘણા ઘરો સાથે અથડાયું હતું. Voepass વિમાન કાસ્કેવેલથી રવાના થયું હતું અને સાઓ પાઉલો જઈ રહ્યું હતું. તેનું સિગ્નલ બ્રાઝિલના સમય મુજબ બપોરે 1:30 વાગ્યે ગાયબ થઈ ગયું. એરલાઇન Voepassએ જણાવ્યું હતું કે અકસ્માત કેવી રીતે થયો હતો અથવા પ્લેનમાં સવાર લોકોની વર્તમાન સ્થિતિ વિશે હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ફાયર બ્રિગેડની 7 ટીમો તૈનાત
વિમાન દુર્ઘટનામાં પીડિતોને બચાવવા માટે મિલિટરી પોલીસ સહિત 7 ટીમો તૈનાત કરવામાં આવી હતી. સરકારી નિવેદન અનુસાર, લીગલ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ (IML)ની ટીમો અને મૃતદેહોને એકત્ર કરવા માટે જવાબદાર લોકોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. જો કે, સત્તાવાર માહિતી અનુસાર, આ અકસ્માતમાં કોઈ મુસાફર બચી શક્યા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.