ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.


ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તા.9-8-24 ના રોજ "વિશ્વ આદિવાસી દિવસની" રાજ્ય કક્ષાની ઉજવણી આરડેકતા કેમ્પસ મેત્રાલ ખાતે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્યકક્ષા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાતની સરકાર
આ ઉજવણી પ્રસંગે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યના લગભગ 27 સ્થળોએ વિશ્વઆદિવાસી દિવસ ની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં 26 સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું સ્વાગત, સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રભારી ધીરુભાઈ પરમાર , જિલ્લા પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ સંજયભાઈ દિક્ષિત દ્વારા શાલ અને માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ સન્માન કાર્યક્રમમાં પાથૅ દિક્ષિત, જિલ્લા સંગઠન ના હોદ્દેદારો ભાવેશપટેલ,માલજીભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ કુંજન દીક્ષિત, હિંમતનગર તાલુકા પ્રમુખ દિગેશભાઈ કડિયા,ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠન ઉપ પ્રમુખ રૂપેશ રાવલ, ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠન ના મિત્રો તેમજ ખેડબ્રહ્મા તાલુકા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્ય અશ્વિન ભાઈ કોટવાળ, અરવિંદભાઈ રાવલ, સુરેશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંતભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ,શિવુભાઈ ગમાર તેમજ વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખેડબ્રહ્મા તાલુકાની રાજ્ય કક્ષાની ઉજવણી બાદ ઈડર પાંજરાપોળ ખાતે હિરાબા વન નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
સાબરકાંઠા At this time news


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.