બાલાસિનોર. જેઠોલી સરપંચ સ્વ ખર્ચે ગામની નદીની સાફ-સફાઈ ની જુમ્બેસ ઉપાડી - At This Time

બાલાસિનોર. જેઠોલી સરપંચ સ્વ ખર્ચે ગામની નદીની સાફ-સફાઈ ની જુમ્બેસ ઉપાડી


ગામમાં નદીની સાફ સફાઈ ની શરૂઆત કરવાથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે

હાલમાં ગામના સરપંચ શ્રી દિપકભાઈ પંચાલે પોતાના સ્વખર્ચે આ કામ હાથ ઉપર લઈને કામ પૂર્ણ કરવા માટે ઝુંબેશ હાથ માં લીધેલ છે

સાફ-સફાઈ ન થવાના કારણે ગામમાં ચોમાસા માં પાણી પણ ભરાઈ ગયેલું હતું.

જેઠોલી ગામમાં વર્ષોથી નદીની સાફ-સફાઈ નો મોટો પ્રશ્ન હતો અને તેની સફાઈ આજદિન સુધી કરવામાં આવતી નહોતી.

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામ ની મધ્યમાં રહીને નીકળતી નદી (કોતર )ને જેઠોલી ગામના યુવા લોકપ્રિય સરપંચ દીપકભાઈ પંચાલ પોતાના ગામમાં વર્ષોથી સફાઈ કર્યા વગર નદી ચોમાસામાં વધુ વરસાદ પડે તો ગામમાં પાણી ફરી મળતા હતા ત્યારે આ વર્ષે સરપંચ પોતાના સ્વખર્ચે નદી ની સફ સફાઈ કરવા માટે કામગીરી નો આરંભ કરી દીધો છે ત્યારે જેઠોલી ગામના ગ્રામજનો માં આનંદ વ્યાપી ગયો હતો

જ્યારે બીજું બાજુ વૈજનાથ મહાદેવ ની બાજુમાં સ્મશાનમાં પણ પેવર બ્લોક ની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે

લોકમુખે તેવી પણ ચર્ચાઓ ચાલે છે કે યુવાન અને જોશીલા સરપંચ તરીકે દીપકભાઈ પંચાલ કોઈપણ નાત જાતના ભેદભાવ વગર વિકાસના કામો કરી રહ્યા છે જ્યારે અન્ય પંચાયતોમાં ગામમાં રસ્તાઓ ઉપર પેવર બ્લોક જોવા મળતા નથી અને સ્મશાન ભૂમિમાં પણ સારી સુવિધાઓ મળી રહે તે માટે સરપંચ પેવરબ્લોકનું કામ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જે અભિનંદન ને પાત્ર છે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.