હિમાચલ દિલ્હી તથા ઉતરાખંડમાં ભારે વરસાદમાં ફસાયેલા લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર પરિજનોએ કલેકટર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ
રાજકોટ તા. ૦૨ ઓગસ્ટ - તાજેતરમાં હિમાચલ, દિલ્હી તથા ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદને કારણે ભુસ્ખલનની ઘટના બનવાથી જનજીવન ખોરવાઇ ગયું છે. જેમાં ચારધામ યાત્રાળુઓ પણ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.
રાજકોટ (શહેર) તથા રાજકોટ જિલ્લાના કોઇ વ્યક્તિઓ ઉક્ત રાજ્યોમાં ફસાઇ ગયેલા હોય તો તેની જાણ રાજકોટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, રાજકોટના ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ અથવા ૧૦૭૭ પર સંપર્ક કરવા, કલેકટર કચેરીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.