ઝઘડિયા તાલુકાના ભાજપ અગ્રણીઓ દ્વારા નર્મદા કાંઠે ધોવાણમાં જતા સ્થળોના રક્ષણ માટે યોગ્ય આયોજન કરવા જલસંસાધન મંત્રીને રજુઆત કરવામાં આવી, ઝઘડિયાના ભાજપા અગ્રણીઓએ સાંસદ મનસુખભાઇ વસાવા સાથે કેન્દ્રીય જલસંસાધન મંત્રી સી.આર.પાટીલની દિલ્લી ખાતે લીધી મુલાકાત.
ઝઘડિયા તાલુકાના ભાજપા અગ્રણીઓ દ્વારા ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા સાથે કેન્દ્રીય જલસંસાધન મંત્રી સી.આર. પાટીલની દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી. સાંસદ તેમજ જલસંસાધન મંત્રી સાથેની મુલાકાત દરમિયાન અગ્રણીઓ દ્વારા ઝગડિયા તાલુકાના અશા વઢવાણા મણીનાગેશ્વર ભાલોદ અને ભરૂચ તાલુકાના અંગારેશ્વર તેમજ અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ તથા સરફુદ્દીન જેવા ગામોમાં ચોમાસા દરમિયાન નર્મદા નદીના પૂરના પાણી પ્રવેશતા દર વર્ષે હજારો એકર જમીનનું ધોવાણ થાય છે, આ ધોવાણ થવાથી ખેડૂતોને મોટું નુકશાન થાય છે તેમજ નર્મદા કાંઠે આવેલા ધાર્મિક સ્થળો આશ્રમો તથા પૌરાણિક મંદિરોની જગ્યાનું પણ નદીના પાણીથી ધોવાણ થતું હોઇ આ સંદર્ભે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અટકાવવા સંયુક્ત રીતે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઝઘડિયા તાલુકા યુવા કાર્યકર દિનેશભાઇ વસાવા (તલોદરા),સેવન્તુભાઈ વસાવા શિવરામભાઈ, પૃથ્વીસિંહ ગોહિલ, કમલેશ વસાવા તેમજ નરેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓની રજુઆત સાંભળી જલસંસાધન મંત્રી સી.આર.પાટીલે ઘટતું કરવા ખાતરી આપી હતી.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.