ભાસ્કર ખાસ:અમેરિકા: બાળકોને આત્મહત્યા કરવા ઉશ્કેર્યા તથા ઑનલાઇન નુકસાન પહોંચ્યું તો ટેક કંપની જવાબદાર; એવાં ફીચર આપો જેથી લત ના લાગે - At This Time

ભાસ્કર ખાસ:અમેરિકા: બાળકોને આત્મહત્યા કરવા ઉશ્કેર્યા તથા ઑનલાઇન નુકસાન પહોંચ્યું તો ટેક કંપની જવાબદાર; એવાં ફીચર આપો જેથી લત ના લાગે


અમેરિકામાં ઑનલાઇન કન્ટેન્ટથી બાળકોને થનારા નુકસાન માટે હવે ટેક કંપનીઓ જવાબદાર રહેશે. અમેરિકાની સેનેટમાં “કિડ્સ ઑનલાઇન સેફ્ટી એક્ટ’નું બિલ ભારે બહુમતથી પાસ કરાયું છે. બિલનો ઉદ્ેશ્ય બાળકોને ઑનલાઇન કન્ટેન્ટનાં જોખમોથી બચાવવાનું છે. આ બિલને લઇને રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે આજે આપણાં બાળકો અૉનલાઇન અરાજકતામાં ઘેરાયેલાં છે અને તેમને રોકવા માટે હાલના કાયદા પર્યાપ્ત નથી. હકીકતમાં ઘણા સમયથી મોટી સંખ્યામાં વાલીઓ આ રીતના કડક કાયદાની માગ કરી રહ્યા હતા. તેમાં પણ ખાસ કરીને જેમનાં બાળકોએ ઑનલાઇન બુલિંગના શિકાર પછી આત્મહત્યા કરી લીધી હતી અથવા ઑનલાઇન સામગ્રીથી નુકસાન પહોંચ્યું છે. કનેક્ટિકટથી ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર રિચાર્ડ બ્લૂમેંથલે કહ્યું કે આ કાયદો બાળકો, કિશોરો અને વાલીઓને પોતાના ઑનલાઇન જીવન પર નિયંત્રણ પરત લેવા માટે મદદ પૂરી પાડશે. આ બિલ બ્લૂમેંથલે ટેનેસીના રિપબ્લિકન સેનેટર માર્શા બ્લેકબર્નની સાથે મળી તૈયાર કર્યુ હતું. તેમણે કહ્યું કે આનાથી મોટી ટેક કંપનીઓને સ્પષ્ટ સંદેશ મળશે કે આપણા જીવન સાથે જોડાયેલા અધિકાર આપણી પાસે જ રહેશે. એક્સપર્ટના પ્રમાણે કાયદો બન્યા પછી કંપનીઓએ બાળકોને થતાં નુકસાનને ઓછું કરવું પડશે. જેમાં મારામારી અને હિંસા, આત્મહત્યાને પ્રોત્સાહન આપવું, આરોગ્ય માટે નુકસાનકારક, ખાન-પાન, શોષણ, નશીલા પદાર્થ, તમાકુ અથવા દારૂ જેવા ગેરકાયદે ઉત્પાદની જાહેરાત પર સખત વલણ દાખવવામાં આવશે.
આવું કરવા માટે, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મે કિશોરોને તેમની ગોપનીય માહિતીની સુરક્ષા કરવા અને વ્યક્તિગત અલ્ગોરિધમ રેકમેન્ડેશનથી બહાર નીકળવાનો વિકલ્પ આપવો પડશે. તેમને અન્ય વપરાશકર્તાને બાળકો સાથે સંવાદ કોઇ પણ પ્રકારના સંવાદ કરતાં રોકવા પડશે. આ સિવાય ઑટોપ્લે જેવી સુવિધાને સીમિત કરવી પડશે, બીજી બાજુ ન્યૂયૉર્કની 1800 સ્કૂલોમાં મોબાઇલ બેનની તૈયારી
ન્યૂયૉર્કની બે સ્કૂલે પોતાને ત્યાં મોબાઇલ ફોનના ઉપયોગ પર બેન લગાવ્યો તો તેનું આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યું છે. બાળકોનો ટેસ્ટ સ્કોર સુધરી મહામારી પહેલાની સ્થિતિએ પહોંચી ગયો છે. રમત અને અન્ય ગતિવિધિઓમાં તેમની ઉપસ્થિતિ 50 % સુધી વધી ગઇ છે. પરિણામોથી ઉત્સાહિત થઇ ચાન્સેલર ડેવિડ બેન્સે જણાવ્યું કે તેઓ રાજ્યની 1800 સ્કૂલોના 11 લાખ વિદ્યાર્થી માટે મોબાઇલ બેન કરવાની યોજના બનાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.