શ્રાવણ માસ માં ભવ્ય ઉત્સવો માટે વિદ્યાનગરી ના જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર સમિતિની સભા યોજાઈ.
શ્રાવણ માસ માં ભવ્ય ઉત્સવો માટે વિદ્યાનગરી ના જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર સમિતિની સભા યોજાઈ.
"જીવનમાં આધ્યાત્મિકતાની ખૂબ જ આવશ્યકતા છે" આ વિચારને સાર્થક કરવા માટે વિશ્વમંગલમ્ કેળવણી મંડળ ના પ્રમુખ ડૉ ડી એલ પટેલે વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલમાં જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર નું નિર્માણ કર્યું છે. જેમાં દર વર્ષે ભવ્યાતિભવ્ય પાટોત્સવ કરવામાં તેમજ વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવો ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણીઓ કરવામાં આવે છે.
વર્ષ : ૨૦૨૪-૨૫ ના જ્ઞાનેશ્વર મંદિર ના વિવિધ ઉત્સવ માટે જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર સમિતિની સભા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી જયદીપભાઇ જી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ તેઓએ જણાવ્યું કે મંદિર એ આધ્યાત્મિકતા નું કેન્દ્ર છે તેનું તેની જાળવણી કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે. મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ અને મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર કોલેજના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલે સૌ સમક્ષ વિવિધ આયોજનો મૂકવામાં આવ્યા, જેમાં શ્રાવણ માસમાં કોલેજના વિદ્યાર્થીઓ દર સોમવારે મંદિરમાં આવી ભક્તિભાવ સાથે આરતીમાં જોડાય તેમજ આગામી દિવસોમાં આવતા ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી. વધુમાં "શ્રીમદ્ ભગવત્ ગીતા" ના ૧૮ અધ્યાયો નું અધ્યયન કરી વિદ્યાર્થીઓની ક્વીઝ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી ના પ્રો. ડૉ પી એચ પટેલે કર્યું અને મંત્રી શ્રી પ્રો. પ્રકાશકુમાર પટેલે વર્ષના હિસાબો અને અહેવાલ રજૂ કરી સૌનો આભાર માન્યો હતો.
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.