દીકરીનું આધારકાર્ડ ન થવા પર ભડક્યા હાંસલ મહેતા:ફિલ્મમેકરે કહ્યું, ‘કોઈ ને કોઈ બહાને દીકરીને ધક્કા ખવડાવે છે, આ હેરેસમેન્ટથી ઓછું નથી’
'સ્કેમ 1992', 'સ્કેમ 2003' જેવી ઘણી શાનદાર સિરીઝનું દિગ્દર્શન કરનાર હંસલ મહેતાની પુત્રીને આધાર કાર્ડ બનાવવા માટે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની પુત્રીને આધાર ઓફિસની આસપાસ ફરતી જોઈને ફિલ્મ નિર્માતા હતાશ થઈ ગયા છે. હાલમાં જ તેમને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેની પુત્રીને સતત હેરાન કરવામાં આવી રહી છે. હંસલ મહેતાએ હાલમાં જ X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, મારી પુત્રી છેલ્લાં 3 અઠવાડિયાથી આધાર કાર્ડ માટે અરજી કરવાનો પ્રયાસ કરી રહી છે . તેમને અંધેરી પૂર્વમાં આવેલી આધાર કાર્ડ ઓફિસમાં જવા માટે અને ભારે વરસાદમાં લાંબું અંતર કાપ્યું હતું. તે સમયસર જતી રહી હતી, પરંતુ સિનિયર મેનેજર તેને કોઈને કોઈ મુદ્દે વારંવાર પાછા મોકલતા હતા. ક્યારેક તેઓ કહે છે કે સહી લાવો, ક્યારેક તેઓ કહે છે કે આ દસ્તાવેજ લાવો, ક્યારેક તેઓ કહે છે કે સ્ટેમ્પ યોગ્ય જગ્યાએ નથી, તેઓ કહે છે કે તમારી પાસે આજે એપોઇન્ટમેન્ટ નથી અથવા તેઓ કહે છે કે હું એક અઠવાડિયાની રજા પર છું. આ ખૂબ જ નિરાશાજનક બાબત છે, તે કોઈ હેરાનગતિથી ઓછી નથી. હંસલ મહેતાના ટ્વીટ બાદ તેમને આધારના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી જવાબ મળ્યો. જવાબમાં લખ્યું છે, પ્રિય આધાર નંબર ધારક, કૃપા કરીને તમારું સંપૂર્ણ સરનામું, સંપર્ક વિગતો અને તે આધાર કેન્દ્રની સંપૂર્ણ માહિતી અને સમસ્યા પ્રદાન કરો, જેથી અમે આગળ મદદ કરી શકીએ. હંસલ મહેતાએ પહેલા સુનીતા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને બે પુત્રો જય અને પલ્લવ છે. પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ તેમણે એક્ટર યુસુફ હુસૈનની પુત્રી સફીના હુસૈન સાથે બીજી વખત લગ્ન કર્યા. આ લગ્નથી તેમને કિમાયા અને રેહાના નામની બે દીકરીઓ છે. હંસલ મહેતા સિટીલાઇટ, દસ કહાનિયાં, સિમરન, શાહિદ, અલીગઢ, છલાંગ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મ નિર્માતાએ સ્કેમ 1992, સ્કેમ 2003, સ્કૂપ અને ગાંધી જેવીબેસ્ટ સિરીઝનું નિર્દેશન પણ કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.