૧૫મી ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી લોધિકા ખાતે કરાશે સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ - At This Time

૧૫મી ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી લોધિકા ખાતે કરાશે સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


૧૫મી ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી લોધિકા ખાતે કરાશે
સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજકોટ તા. ૩૦ જુલાઈ - ૧૫મી ઓગસ્ટ જિલ્લાના જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની લોધિકા ખાતે તા. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ કલાકે યોજાશે. જેના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય અને જિલ્લાવાસીઓ આ ઉજવણીમાં સહભાગી બને તથા કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, મંડપ,પીવાનું પાણી, આરોગ્ય સેવા, વગેરે સવલત અંગે કલેક્ટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે ડેકોરેશન અને રોશની, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ, રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થા, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધીત અધિકારીઓને કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી, પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વાંગવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સિંઘ, મામલતદારશ્રી પાવરા અને શ્રી ભાડ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા, ડી વાય.એસ.પી. શ્રી રઘુવંશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દીહોરા, સહિત જિલ્લાની વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.