ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતતા આવે તે હેતુથી નાવડા ખાતે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો
ચાંદીપુરા વાયરસ સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બોટાદ જિલ્લામાં અને તમામ ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ અટકાયતી પગલા તેમજ તેના લક્ષણો વિશે લોકોને માહિતી આપવામાં આવી રહી છે આ તકે નવા નાવડા ગામમાં પ્રાથમિક શાળામાં નાવડા પીએચસી સેન્ટરના એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ દ્વારા ચાંદીપુરા વાયરસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતાં વાયરસ સામે રક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને ઉપાયો સૂચવાયા હતાં આ અવસરે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.