ખૅડુતૉના લાભાર્થે ભૂગર્ભ જળ ઊંચા લાવવા રાજ્ય સરકાર રૂ ૧૫૦, કરોડના ખર્ચે 10 હજાર બૉર વૅલ રિચાર્જ કરાવશે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા ની જાહેરાત
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના જળ સંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામસુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી બૉર બવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂ.૧૫૦ કરોડની મહત્વ 'ભૂગર્ભ જળ રીચાર્જ' યોજનાને મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ જળ સંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કરી મહત્વની જાહેરાત કરીનૅ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર/દાર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦:૧૦ના ધોરણે એટલે કે ૯૦ ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે ૧૦ ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભજળ અંગે વિવિધતાઓ જોવા મળે છે રાજ્યમાં આવેલી કુલ ૧૮૫ નદીઓ પૈકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઈ થાય છે રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે ૩૯ % ભૂગર્ભ જળ છે જેનાથી ૫૭ % જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે કુલ ભૂગર્ભ જળ પૈકી ૮૦ % ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે તૅમ અંતમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની માહીતી આપતા જણાવ્યું હતુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.