ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકનો મોબાઇલ ચોરીનો અને નબીપુર પોલીસ મથકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો.
ઝઘડિયા તા.૨૬ જુલાઇ '૨૪
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાયેલ મોબાઈલ ચોરીનો તેમજ નબીપુર પોલીસ મથકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી વણઉકલ્યા ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ,જેના અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડે પોલીસ જવાનોની ટીમો બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જીઆઇડીસી પોલીસે મળેલ બાતમી અનુસાર એક ઇસમ ઇમરાનખાન દિલાવરખાન હાલ રહે. તલોદરા તા.ઝઘડિયા અને મુળ રહે. કોસંબા તા.માંગરોલ જિ.સુરતનાને ગતરોજ તા.૨૫ મીના રોજ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સરદારપુરા ચોકડી ખાતેથી અલગઅલગ કંપનીના પાંચ મોબાઇલ જેની કુલ કિંમત રૂપિયા ૧૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સદર ઇસમની પુછપરછ દરમિયાન તેણે નબીપુર ખાતેથી છેલ્લા એક મહિનાથી એક ૧૫ વર્ષની સગીર બાળકીને પોતાની સાથે ભગાડી લાવેલ હોવાની હકિકત જણાવી હતી.આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસે સદર આરોપીને નબીપુર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.