શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય શાળા નંબર 2- બોટાદમાં વિધાર્થીઓને કૌશલ્ય વિકાસ માટે શાળાના બાળકોને શાળાની નજીકમાં આવેલા તાવડીના કારખાનાની મુલાકાત કરાવી
આજરોજ શિક્ષા સપ્તાહ અંતર્ગત શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય શાળા નંબર 2- બોટાદમાં દિવસ પાંચ કૌશલ્ય અને ડિજિટલ દિવસ અંતર્ગત શાળામાં કૌશલ્ય વિકાસ માટે શાળાના બાળકોને શાળાની નજીકમાં આવેલા તાવડીના કારખાનાની મુલાકાત કરાવી બાળકોને રોજગારી મેળવવા માટે ની સમજ આપવામાં આવી આ ઉપરાંત શાળામાં વાલીઓને ડિજિટલ શિક્ષણથી માહિતગાર થાય તે હેતુથી વાલી મીટીંગ બોલાવવામાં આવી.જેમાં વાલીઓને દીક્ષા એપ GShala એપ,youtube થી શિક્ષણ, શાળામાં સ્માર્ટ બોર્ડ,કોમ્પ્યુટર લેબ થી શિક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા.આ ઉપરાંત શાળામાં ચૂંટણી પ્રક્રિયા બાળકો સમજી શકે તે હેતુથી બાળ સાંસદનું ડિજિટલ ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો EVM થી મત આપે તેવી જ રીતે શાળામાં પણ ડિજિટલ EVM થી મત આપી પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું.બાળકોએ સક્રિય રીતે ભાગીદારી નોંધાવી અને આજના દિવસને યાદગાર દિવસ બનાવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.