ઊંઝા નજીક ઉનાવા ગામે આવેલ શ્રી મારૂતિ કો.ઓપ ક્રેડિટ સોસાયટીમાંથી લીધેલ રૂ 50,000ના ધિરાણની રકમ અનિયમિત ચુકવણી કરતા નીકળતી રકમની વારંવાર ઉઘરાણી કરતાં બાકી રકમ રૂ. 1,50,871 ચેક આપ્યો હતો.જે રિટર્ન થતાં મેનેજિંગ ડિરેક્ટર ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જે ઊંઝાની કોર્ટમાં ચાલી જતા વકીલની દલીલો ધ્યાનમાં લઇ કોર્ટના ન્યાયધિશ દ્રારા સદર ગુનામાં આરોપીને તકસીર વાન ઠેરવી છ માસની કેદની સજાનો હુકમ કર્યો છે.
ઊંઝા નજીક ઉનાવા ગામે આવેલ શ્રી મારૂતિ કો.ઓપ ક્રેડિટ સોસાયટીમાંથી લીધેલ રૂ 50,000ના ધિરાણની રકમ અનિયમિત ચુકવણી કરતા નીકળતી રકમની વારંવાર ઉઘરાણી કરતાં બાકી રકમ રૂ. 1,50,871 ચેક આપ્યો હતો.જે રિટર્ન થતાં મેનેજિંગ ડિરેક્ટર ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જે ઊંઝાની કોર્ટમાં ચાલી જતા વકીલની દલીલો ધ્યાનમાં લઇ કોર્ટના ન્યાયધિશ દ્રારા સદર ગુનામાં આરોપીને તકસીર વાન ઠેરવી છ માસની
કેદની સજાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાવા ગામે આવેલા શ્રી મારૂતિ કો.ઓપ ક્રેડિટ સોસાયટી પાસેથી ઉનાવા ગામનાં સૈયદ નુરેઇલાહી હજુમિયાંએ રૂ. 50,000ની લોન લીઘી હતી અને ધિરાણની રકમ અનિયમિત ચુકવણી કરતા વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીએ 1,50,871નો ઊંઝા આઇડીબીઆઇ બેંકનો ચેક આપ્યો હતો. જે ચેક સ્વીકારી મહેસાણા ડિસ્ટ્રીક બેંક ઉનાવા ખાતે રજૂ કરતા એકાઉન્ટ બ્લોકડ રિટર્ન મેમાં સહિત સ્વીકારેલા વિના પરત ફરેલી. જેથી ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેકટર ભરત કુમાર ઉર્ફે કનુભાઈ નાથાલાલ પ્રજાપતિએ એ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી.
જે ઊંઝાના બીજા જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટના જજ ડી.બી.ભાટીએ વકીલ બી.ડી.પટેલની દલીલો ધ્યાનમાં લઇ આ કામના આરોપી સૈયદ નુરેઈલાહી હજુમીયાંને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ: 255(2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ: 138 અન્વયેના ગુનામાં તકસીરવાન ઠરાવી અને આરોપીને 6(છ) માસની સાદી કેદની સજા ફટકારી હતી. તથા આરોપીએ ચેકની કુલ રકમ પેટે રૂા. 1,50 871 રકમ આપ્યા તારીખથી વસુલ થતાં સુધી વાર્ષિક 9%ના વ્યાજ સહિત વળતર તરીકે ફરીયાદીને દીન-30માં ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી વળતરની રકમ ભરે નહીં તો તેને વધુ 6 (છ) માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.