ધંધુકાશહેરના મહાત્મા નગર બે માં ગટરના ગંદા પાણી ઉભરાતા ભારે હાલાકી - At This Time

ધંધુકાશહેરના મહાત્મા નગર બે માં ગટરના ગંદા પાણી ઉભરાતા ભારે હાલાકી


ધંધુકાશહેરના મહાત્મા નગર બે માં ગટરના ગંદા પાણી ઉભરાતા ભારે હાલાકી

ગંદકી, દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ

ગટર લાઇનની સાફ-સફાઇ અને જાળવણીના અભાવે ગટરો બેક મારી રહી છે. અને ગટરનું ઢાંકણું પણ તૂટી ગયેલ છે

ધંધુકા કોલેજ રોડ ઉપર આવેલા મહાત્મા નગર બે માં ઘણા સમયથી ગટર ઉભરાય છે. જેથી લોકોને ગંદા પાણી ડહોળીને પસાર થવું પડે છે. રોજ ઉભરાતી ગટરની સાફ-સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા સોસાયટી માં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે.
ધંધુકા મહાત્મા નગર બે મા ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે. આ ગટર લાઈનની સાફ-સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે.

મહાત્મા નગર બે માં સોસાયટી ની અંદર જૈન દેરાસર આવેલ હોય લોકોની ભારે અવરજવર રહે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી જૈન દેરાસરની સામે ની ગટર ઉભરાય છે. આ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. ત્યારે જૈન મુનિઓ આવવામાં પણ વિચારી રહ્યા છે

સોસાયટીના પ્રવેશદ્વાર લઈ આગળ રોડ પર દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું હોઇ વાહન ચાલકો તેમજ સ્કૂલે જતાં આવતા બાળકો ના ગંદા પાણીમાં પડીને અવરજવર કરવી પડે છે. રસ્તા પર ગંદુ પાણી ભરાતા ભારે દુર્ગંધ મારતું હોઇ સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ઉભરાતી ગટરની સાફ-સફાઈ ન થતા મહાત્મા નગર સોસાયટી બેના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવા લાગણી વ્યાપી છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.