હળવદ પોલીસ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

હળવદ પોલીસ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું


આજરોજ હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે મિટિંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હળવદની અલગ અલગ બેંકનાં 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ લોનમેળામાં હાજર રહેલ હતાં. જુદી જુદી બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના 22,00,000-/(બાવીસ લાખ) જેટલા રૂપિયાના ચેક આપવામાં આવેલ હતાં.. અને તમામ લોકોને લોન બાબતે માહિતી આપવામાં આવેલ હતી અને આ લોન મેળામાં આશરે 250 થી વધારે નગરજનોએ ભાગ લીધેલ હતો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.