શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કરાયું - At This Time

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કરાયું


વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે, એક વૃક્ષ એક જીવન - વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનો જતાં કરવો જોઈએ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મુનીસ્વામી સ્વામી તેમજ લક્ષ્મીપ્રસાદદાસ સ્વામી (અથાણાવાળા) દ્વારા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતું

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.