બરવાળા તાલુકાના કુંડળ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે શિબિર યોજાઈ : ખેડૂતોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા - At This Time

બરવાળા તાલુકાના કુંડળ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે શિબિર યોજાઈ : ખેડૂતોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા


હાલ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને લગતી તાલીમ શિબિર થકી તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે કેન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે સોઈલ, હેલ્થ અને કાર્ડ સહિતની યોજના અંતર્ગત જમીન સ્વાસ્થ્ય અંગે ખેડૂતો માટે જાગૃતિ લગતી તાલીમ યોજવામાં આવી હતી. જેમાં જમીનનું પૃથક્કરણ કરીને પાકને જરૂર મુજબ ખાતરોના વિવેકપૂર્ણ ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ વિષય પર સમજ આપવામાં આવી હતી. આ તકે કુંડળ ગામના ખેડૂતોએ શિબિરમાં ભાગ લઈને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી મેળવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.