હિંમતનગરની ૧૦૮ ગ્રામ પંચાયતોમાં તાત્કાલીક ગ્રામસભા યોજવા આદેશો તમામ ગ્રામસભાને વિવિધ પ્રશ્નોના ઠરાવો તેમજ વીડિયોગ્રાફી કરવા સુચના
(રિપોર્ટર ઝાકીરહુસેન મેમણ)
હિંમતનગરની ૧૦૮ ગ્રામ પંચાયતોમાં તાત્કાલીક ગ્રામસભા યોજવા આદેશો તમામ ગ્રામસભાને વિવિધ પ્રશ્નોના ઠરાવો તેમજ વીડિયોગ્રાફી કરવા સુચના
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાની ૧૦૮ ગ્રામ પંચાયતોમાં - તાત્કાલિક ગ્રામસભાઓ યોજવા માટે તલાટી કમ મંત્રીઓને આદેશ કરવામાં આવ્યો છે જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ યોજના
અંતર્ગત તાત્કાલિક ધોરણે ગ્રામ સભા યોજવી અને ગ્રામસભાની કાર્યવાહીની વિડીયો તેમજ ફોટોગ્રાફી અને ગ્રામસભામાં થયેલા ઠરાવ સાઈડ ઉપર અપલોડ કરવા સૂચના અપાઈ છે આ સાથે તાલુકાની ૧૦૮ પંચાયતોમાં ૨૬ જુલાઈ સુધી કામગીરી પૂરી કરવા ટીડીઓએ તલાટી કમ મંત્રીઓને અને વહીવટદારોને આદેશ
કર્યા છેજળ, જીવન, મિશન અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ યોજના અંતર્ગત હિંમતનગર તાલુકાના ગામો સ્વચ્છ સુજલ બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ન્યુનતમ કચરો, સ્થિર ગંદુ પાણી, પ્લાસ્ટિક કચરો, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે લોકોમાં
જનજાગૃતિ અને આ અંગેના વિવિધ પ્રશ્નો તાત્કાલિક ધોરણે ગ્રામસભા બોલાવવા ટીડીઓ પિયુષ સિસોદિયાએ આદેશ કર્યા છે ગ્રામસભાની કાર્યવાહીની વિડીયો તેમજ ફોટોગ્રાફી ઉપરાંત સભાની કાર્યવાહીમાં થયેલા ઠરાવ નિયત કરેલી સાઈડ ઉપર અપલોડ કરવા પણ જાણ કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.