ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમની:પેરિસની સીન નદીમાં પરેડ, 206 દેશોના 10,500 ખેલાડીઓ ભાગ લેશે, 3 લાખ દર્શકો પહોંચશે - At This Time

ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમની:પેરિસની સીન નદીમાં પરેડ, 206 દેશોના 10,500 ખેલાડીઓ ભાગ લેશે, 3 લાખ દર્શકો પહોંચશે


પેરિસ ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં પરેડ દરમિયાન ભારતીય ટુકડી 84માં નંબર પર જોવા મળશે. ફ્રાન્સે આ પરેડ માટે ઉત્તમ તૈયારીઓ કરી છે અને આ સમારોહને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરી લીધી છે. ઓપનિંગ સેરેમનીની પરંપરા 129 વર્ષ જૂની છે. પહેલીવાર આ સેરેમની સ્ટેડિયમની અંદર નહીં પરંતુ બહાર યોજાશે. પેરિસમાં, સીન નદીના કિનારે શેરીઓની મધ્યમાં કાર્યક્રમો યોજાશે. પ્રથમ વખત રમતવીરો બોટ પર પરેડ કરશે. પરેડ 6 કિ.મી. લાંબી હશે. આ સમારોહ જોવા માટે 3 લાખ દર્શકો પહોંચશે તેવો અંદાજ છે. આજની સ્ટોરીમાં ઓપનિંગ સેરેમનીની હાઇલાઇટ્સ, ઇતિહાસ અને રસપ્રદ ફેક્ટ્સ જાણીએ... 1. ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે?
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈના રોજ રાત્રે 11 વાગે ઓપનિંગ સેરેમની શરૂ થશે. ઈતિહાસમાં પહેલીવાર, નદી અને શેરીઓમાં સ્ટેડિયમ છોડીને નેશન્સ પરેડ અને કાર્યક્રમો થશે. સીન નદીથી શરૂ થઈને, 6 કિમી લાંબી પરેડ ટ્રોકાડેરો ગાર્ડન્સ સુધી આગળ વધશે. તેમાં 206 દેશો અને એસોસિયેશનના 10,500 એથ્લીટ્સ ભાગ લેશે. સમારોહમાં 120 થી વધુ દેશોના નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ ભાગ લેશે. પરેડ પૂરી થયા બાદ થોડો સમય ડાન્સ અને સિંગિગ કાર્યક્રમો થશે. સમારોહ લગભગ 2 કલાક સુધી ચાલશે. ફ્રાન્સે 2024 ઓલિમ્પિકના સ્લોગનને 'ગેમ્સ વાઇડ ઓપન' રાખ્યું છે. જેનો અર્થ છે, રમતો સંપૂર્ણપણે ખુલ્લી છે. 2. સેરેમની વિશે શું અલગ છે? 3. પરેડમાં ભારતનો નંબર ક્યારે? 4. ભારતના ધ્વજ વાહક કોણ છે? 5. સેરેમની ક્યાં જોઈ શકશો?
ભારતમાં દર્શકો ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીને સ્પોર્ટ્સ-18 ટીવી પર અને ઓનલાઈન JioTV પર લાઈવ જોઈ શકશે. 6. પહેલીવાર ઓલિમ્પિક સેરેમની ક્યારે યોજાઈ હતી? 7. ઓલિમ્પિક ટોર્ચ શું છે? 8. રસપ્રદ કહાનીઓ ક્લોઝિંગ સેરેમની ક્યારે થશે?
ઓફનિંગની જેમ ક્લોઝિંગ સેરેમની પણ છે. આ વખતે ઓલિમ્પિકનો ક્લોઝિંગ સેરેમની 11 ઑગસ્ટે પેરિસના સ્ટેડ ડી ફ્રાન્સમાં યોજાશે. મહિલા બાસ્કેટબોલની ગોલ્ડ મેડલ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ પછી 11:30 વાગ્યાથી ક્લોઝિંગ સેરેમની યોજાશે. ગ્રાફિક્સ: અંકલેશ વિશ્વકર્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.