20 મિનિટમાં 20 કરોડની લૂંટ:બિહારમાં ગનપોઇન્ટ પર સ્ટાફ-ગ્રાહકને બંધક બનાવી તનિષ્કનો શોરૂમ લૂંટ્યો, સોનું-હીરા લઈ 6 આરોપી બે બાઇક પર રફુચક્કર - At This Time

20 મિનિટમાં 20 કરોડની લૂંટ:બિહારમાં ગનપોઇન્ટ પર સ્ટાફ-ગ્રાહકને બંધક બનાવી તનિષ્કનો શોરૂમ લૂંટ્યો, સોનું-હીરા લઈ 6 આરોપી બે બાઇક પર રફુચક્કર


બિહારના પૂર્ણિયામાં શુક્રવારે (26 જુલાઈ) સવારે તનિષ્ક શોરૂમમાં લૂંટ થઈ હતી. સ્ટાફે જણાવ્યું હતું કે બદમાશો 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતનાં ઘરેણાં લઈ ગયા છે. એમાં 10 કરોડથી વધુની કિંમતના ડાયમંડ જ્વેલરી છે. બાકીના સોનાના દાગીના હોવાનું કહેવાય છે. બાઇક પર આવેલા છ ગુનેગારોએ લૂંટને અંજામ આપ્યો હતો. દરેક પાસે હથિયાર હતાં. પહેલા ત્રણ ગુનેગારો ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. આ પછી વધુ ત્રણ અંદર ગયા. પછી બધાએ ગનપોઇન્ટ પર લૂંટ ચલાવી. લૂંટ દરમિયાન બદમાશોએ ઉપરના માળે શોરૂમના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના પૂર્ણિયાના સહાયક ખજાનચી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાક બંગલા ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં બની હતી. 20 મિનિટમાં જ ગુનેગારો આખી ઘટનાને અંજામ આપી નીકળી ગયા. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેસની તપાસ ચાલી રહી છે. સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે જુઓ કેટલીક તસવીરો... સ્ટાફે કહ્યું- ઘરેણાં ખરીદવાના બહાને અંદર ઘૂસ્યા 3 લોકો ​​​​​​​
તનિષ્કના શોરૂમના સ્ટાફ વિવેક કુમારે જણાવ્યું હતું કે પહેલા ત્રણ બદમાશો શોરૂમમાં ગ્રાહક તરીકે ઘૂસ્યા. જ્વેલરી ખરીદવાના બહાને તેમણે સ્ટાફને પોતાની વાતોમાં વ્યસ્ત રાખ્યો. આ પછી વધુ 3 બદમાશો અંદર ઘૂસ્યા. દરેક પાસે પિસ્તોલ હતી. અવાજ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે તમામ સ્ટાફને ગનપોઇન્ટ પર લઇ લીધા અને લૂંટફાટ કરી બાઇક પર ફરાર થઇ ગયા હતા. 2 બાઇક પર 6 ગુનેગાર બેસીને ભાગી ગયા. બધા 20-25 મિનિટ સુધી શોરૂમની અંદર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.