રાહુલ ગાંધીએ જજને કહ્યું- હું નિર્દોષ છું:મારા વિરુદ્ધ કાવતરું ઘડાયું; અમિત શાહ માનહાનિ કેસમાં 16 મિનિટ સુલ્તાનપુર કોર્ટમાં રહ્યા
ગૃહમંત્રી અમિત શાહના માનહાનિના કેસમાં શુક્રવારે રાહુલ ગાંધી સુલતાનપુરની MP/ MLA કોર્ટમાં હાજર થયા હતા. અહીં તેમણે પોતાનું નિવેદન નોંધ્યું હતું. જજને કહ્યું- હું નિર્દોષ છું. મારી સામે રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું છે. હું તમામ આરોપોને નકારું છું. મારી અને મારી પાર્ટીની છબી ખરાબ કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. રાહુલ 16 મિનિટ સુધી કોર્ટ રૂમમાં રહ્યા. આ મામલામાં આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે. રાહુલ પર આરોપ છે કે 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું હતું કે- અમિત શાહ પર હત્યાનો આરોપ છે. સુલતાનપુરમાં બીજેપી નેતા વિજય મિશ્રાએ 2018માં આ નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.