રાજકોટ શહેર પેરિસ ઓલિમ્પિક્સમાં ૧૧૭ જેટલા ભારતીયો ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.
રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૪ના રોજ રેસકોર્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આજથી શરૂ થનાર પેરિસ ઓલિમ્પિક ગેમ્સ અંગે જનજાગૃતિ આવે તે હેતુસર પ્રમોશનલ એક્ટિવીટી કાર્યક્રમ યોજાયો. પેરિસ ઓલિમ્પિક્સમાં ૧૧૭ જેટલા ભારતીયો ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અધિકારી, રમાબેન મંધરા તથા બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ અંતર્ગત પ્રમોશનલ એક્ટીવીટી કરી જનજાગૃતિ અર્થે એક માહોલ ઉભો કરવામાં આવ્યો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.