ભુંડવા ખાડીના પુરના પ્રવાહમાં ગુમ થયેલ ૬૦ વર્ષિય વૃદ્ધનો મૃતદેહ ૨૪ કલાક બાદ મળી આવ્યો, રાજપારડી પોલીસ અને ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ ઘટના સ્થળથી એક કિલોમીટર દુર મૃતદેહ મળ્યો.
ગઈ કાલે ભારે વરસાદને કારણે નદીઓ અને ખાડીઓ બે કાંઠે વહેતી થઈ હતી ત્યારે ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધ નરસિંહભાઇ સોલંકી ગતરોજ ઘાસ કાપવા ગયા હતા ત્યારે અચાનક ભુંડવા ખાડીમાં વહેતા પાણીના પ્રવાહમાં પગ લપસતા તેઓ તણાઇ જવાની ઘટના સામે અવતા સ્થાનિક પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ખાડીમાં ગુમ થનાર વૃધ્ધની શોધખોળ શરૂ કરી હતી પરંતુ
પુરના પ્રવાહમાં લાપતા થયેલ નરસિંહભાઇની કોઈ ભાળ ના મળતા રાજપારડી પોલીસ દ્વારા ફાયર ફાઇટરોની મદદથી ખાડીમાં ગુમ થયેલ વૃધ્ધની શોધખોળ શરૂ કરતા ભારે જહેમત બાદ ઘટનાના ૨૪ કલાક બાદ ઘટના સ્થળથી લગભગ એક કિલોમીટર દુર ખાડીમાંથી વૃધ્ધ નરસિંહભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.