અશ્લીલ કન્ટેન્ટ વાઇરલ થવાને કારણે 'બિગ બોસ OTT-3' વિવાદમાં:શિવસેનાએ કરી કાયદાકીય કાર્યવાહીની માગ, મેકર્સે કહ્યું- અરમાન-કૃતિકાનો અશ્લીલ વીડિયો ફેક છે - At This Time

અશ્લીલ કન્ટેન્ટ વાઇરલ થવાને કારણે ‘બિગ બોસ OTT-3’ વિવાદમાં:શિવસેનાએ કરી કાયદાકીય કાર્યવાહીની માગ, મેકર્સે કહ્યું- અરમાન-કૃતિકાનો અશ્લીલ વીડિયો ફેક છે


લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ OTT’ની ત્રીજી સિઝન હાલ જિયો સિનેમા પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શો સતત ઝઘડાઓને કારણે વિવાદોમાં રહ્યો હતો, આ દરમિયાન શોના વર્તમાન સ્પર્ધકો અરમાન મલિક અને તેની પત્ની કૃતિકા મલિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં બંને ઘરમાં રોમાન્સ કરતા જોવા મળે છે. વીડિયો વાઇરલ થયા બાદ શિવસેનાના નેતા અને પાર્ટીના પ્રવક્તા ડૉ. મનીષાએ બિગ બોસના નિર્માતાઓ પર અશ્લીલ કન્ટેન્ટ રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કાનૂની કાર્યવાહીની માગ કરી હતી. વિવાદો વચ્ચે, જિયો સિનેમાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં નિર્માતાઓએ શો પરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જિયો સિનેમાના સત્તાવાર નિવેદનમાં તાજેતરમાં કહેવામાં આવ્યું છે કે, જિયો સિનેમા એપ સ્ટ્રીમ કરાયેલા તમામ પ્રકારનાં કન્ટેન્ટની ગુણવત્તા પર નજીકથી નજર રાખે છે, આ માટે કડક પ્રોગ્રામિંગ ધોરણો અને માર્ગદર્શિકા છે. બિગ બોસ OTT, જે જિયો સિનેમા પર સ્ટ્રીમ થાય છે, તેમાં આવું કોઈ કન્ટેન્ટ નથી. અશ્લીલ કન્ટેન્ટ સાથેની વિડિયો ક્લિપ જે પ્રસારિત થઈ રહી છે તે એડિટ કરવામાં આવી છે અને તે નકલી છે. અમે જિયો​​ સિનેમાની અખંડિતતા અને અમારા દર્શકોના વિશ્વાસનું રક્ષણ કરીએ છીએ. આવા નકલી વીડિયોનું આવવું એ ખૂબ જ ચિંતાનો વિષય છે. જિયો સિનેમા નકલી વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરશે
જિયો ​​​​​​સિનેમા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિયો સિનેમાની ટીમ નકલી વીડિયો બનાવનાર વ્યક્તિની શોધમાં છે. 'બિગ બોસ OTT’ની ઇમેજ ખરાબ કરવા બદલ તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું છે સમગ્ર મામલો?
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અરમાન મલિક અને કૃતિકા મલિકનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ઘરની લાઇટો બંધ થઈ ગયા બાદ કપલ બ્લેન્કેટમાં રોમેન્ટિક થઈ રહ્યું છે. આ વીડિયો વાઇરલ થયા બાદ શિવસેના (એકનાથ શિંદે)ના પ્રવક્તા અને નેતા ડૉ. મનીષાએ શો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે શોમાં અશ્લીલ કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. મનીષા 22 જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળીને કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જે વીડિયો અરમાન મલિકનો હોવાનું કહેવાય છે તે 'બિગ બોસ OTT 3’નો નથી પરંતુ 'બિગ બ્રધર' શોનો છે. આ શો ઘણા કારણોસર વિવાદોમાં છે
'બિગ બોસ OTT’ની ત્રીજી સીઝન વિવાદોથી ઘેરાયેલી છે. થોડા સમય પહેલા અરમાન મલિકે તેની પત્ની કૃતિકા પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ વિશાલને થપ્પડ મારી હતી. શોના એક મહત્વપૂર્ણ નિયમનું ઉલ્લંઘન કર્યા પછી પણ અરમાનને શોમાંથી હટાવવામાં આવ્યો ન હતો, તેથી શોના ચાહકો નિર્માતાઓ પર ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે. શોની પૂર્વ સ્પર્ધક અને અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિકે એક બ્લોગમાં જણાવ્યું છે કે તેને ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં વિશાલ વિરુદ્ધ બોલવા બદલ સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઉપરાંત, શોમાં ટાસ્ક દરમિયાન સ્પર્ધકો ઘણી વખત એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા છે. ઉપરાંત, રણવીર શૌરી સ્ટ્રીમ થયેલા ઘણા એપિસોડમાં ખુલ્લેઆમ સિગારેટ પીતો જોવા મળ્યો છે, જોકે તેની સામે ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.