૧ લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ ડેમના ૪ દરવાજા ખોલાયા, કરજણ ડેમના ચાર દરવાજા ૩ મીટર ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું : કરજણ ૬૫.૨૦ ટકા ભરાયો
આજે ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે કરજણ ડેમના ૪ દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી છે.૫૦ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે.હાલ કરજણ ૬૫.૨૦ ટકા ભરાયો છે.
નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે.ખાસ કરીને કરજણ બંધ ના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં ૧ લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ૪ દરવાજા ૩ મીટર ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ કાંઠાના ૮ ગામના લોકોને સાવધ કરાયા છે.જેને કારણે આજે કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને રાજપીપળા ખાતે આવેલો કરજણ પુલ અડધો ડૂબી જવા પામ્યો હતો.કરજણ નદીનો નજારો જોવા આવતા લોકોને જવા આવવા પર પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે.
ડેમ સત્તાવાળાએ કરજણ નદીના આજુબાજુના કાંઠા વિસ્તારના લોકોને કરજણ કિનારે જવા આવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે.ત્યાં પોલીસ મૂકી દેવાઈ છે.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.