સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી રાજકોટ દ્વારા સંચાલિત SGFI શાળાકીય રમતોત્સવ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી રાજકોટ દ્વારા સંચાલિત SGFI શાળાકીય રમતો મા જસદણ તાલુકા કક્ષા ની ખો ખો અને કબડ્ડી ભાઈઓ ની રમતો તારીખ 22/07/2024 ના રોજ ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણ ખાતે આયોજન કરવા મા આવ્યું હતુ જેમાં કબડ્ડી માં કુલ એકવીસ ટીમ અને ખો ખો મા 16 ટીમોએ ભાગ લીધો હતો જેમાં કબડ્ડી U.14 મા શ્રી કોઠી કુમાર પ્રાથમિક શાળા વિજેતા થઈ હતી U.17 મા ડી.એસ.વી.કે હાઈસ્કુલ જસદણ વિજેતા થઇ હતી તેમજ U.19 મા આસ્થા સ્કૂલ જસદણ વિજેતા થઈ હતી અને ખો ખો ની રમત માં U.14 માં શ્રી દહીંસરા પ્રાથમિક શાળા વિજેતા થયેલ તેમજ U.19 મા ધ અલ્ટ્રા માય સ્કૂલ વિજેતા થયેલ આ સ્પર્ધા ના કન્વીનર તરીકે રામાણી પરેશભાઈ CRC co. કમળાપુર,અને સહ કન્વીનર ઢોલરીયા જયેશભાઈ શિવમ સ્કૂલ કમળાપુર દ્વારા જવાબદારી નિભાવેલ.અને સ્પર્ધા ના માર્ગદર્શક તરીકે રામભાઈ લાવડીયા ડો.આર.ડી.ગારડી હાઈસ્કૂલ કમળાપુર તેમજ ગ્રાઉન્ડ તૈયાર કરવા ની જવાબદારી નારાયણભાઈ મકવાણા દ્વારા લેવામાં આવી હતી રમતો માં નિર્ણાયક તરીકે.ભોળાભાઈ બાવળિયા, વી.ડી.સાકરીયા, પ્રવિણભાઈ હાંડા, શંભુભાઈ સદાદિયા, કલ્પેશભાઈ, ચમનભાઈ હદાણી, ચૌહાણ સાહેબ, દિવ્યેશભાઈ ભડાણીયા અને મુકેશભાઈ ઝાપડીયા એ ફરજ બજાવીહતી દરેક વિજેતા ટીમ ને કન્વીનર દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતાં અને જિલ્લા મા નંબર મેળવે એ માટે શુભેચ્છાઓ આપી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.