કોઠારીયા રોડ, 80 ફુટ રોડ અને ચુનારાવાડમાં ફૂડ શાખાના દરોડા:69 કિલો અખાદ્ય જથ્થો નાશ - At This Time

કોઠારીયા રોડ, 80 ફુટ રોડ અને ચુનારાવાડમાં ફૂડ શાખાના દરોડા:69 કિલો અખાદ્ય જથ્થો નાશ


રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ શહેરનાં કોઠારીયા રોડ, 80 ફૂટ રોડ તથા ચુનારાવાડ ચોકમાં બેકરી, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથધરી હતી અને કુલ 69 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો.ઉલ્લેખનિય છે કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હૂડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ "અંબા ભવાની બેકરી" ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ ન દર્શાવેલ વાસી અખાદ્ય પાઉં 15 કિ.ગ્રા. તથા વાસી અખાદ્ય લીલી ચટણી 18 કિ.ગ્રા. મળીને કુલ 33 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
તથા પટેલ ચોક, 80 ફૂટ રોડ, શ્રીજી હાઇટ્સ પાસે, રાજકોટ મુકામે આવેલ "ઓમ રેસ્ટોરેન્ટ” તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ અખાદ્ય મસાલા, પ્રિપેર્ડ ફૂડ તથા એક્સપાયરી ડેટ વીતેલ બેકરી પ્રોડકટ્સ વગેરે નો કુલ મળી 18 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ચુનારાવાડ ચોક તરફના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.
ખોડિયાર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, બાલાજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ચામુંડા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, માટેલ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, રાજ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શિવ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જોકર આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, સાગર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જય માતાજી છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, મિસ્ટર શેફ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, રામનાથ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા ખોડિયાર ભજીયા, પ્રતીક બેકરી, જય ખોડિયાર મસાલા ભંડાર, ક્રિષ્ના દાળ પકવાન ઘૂઘરા, મહાદેવ ડેરી ફાર્મ, ગજાનંદ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.