ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદનાકારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રેલવે ગરનાળા જળાશયોમાં ફેરવાતા ગામડાઓના લોકો તકલીફમાં મુકાયા-બે કલાક દરમિયાન ૬૮ મીમી વરસાદ નોંધાયો, - At This Time

ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદનાકારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રેલવે ગરનાળા જળાશયોમાં ફેરવાતા ગામડાઓના લોકો તકલીફમાં મુકાયા-બે કલાક દરમિયાન ૬૮ મીમી વરસાદ નોંધાયો,


છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઠેરઠેર વરસાદી માહોલ છવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે ઝઘડિયા તાલુકામાં પણ ભારે વરસાદને લઇને સ્વાભાવિક રીતેજ તેની અસર જનજીવન પર જોવા મળી હતી. આ લખાય છે ત્યારે પણ તાલુકામાં વરસાદ ચાલુ છે, જ્યારે આજરોજ સવારના નવ વાગ્યા સુધીમાં તાલુકામાં બે કલાક દરમિયાન ૬૮ મીમી વરસાદ નોંધાતા અનરાધાર વરસાદથી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગને ગામડાઓ સાથે જોડતા માર્ગો પરના રેલવે ગરનાળાઓ વરસાદી પાણીથી ભરપુર બનતા ગામોના લોકો હાલાકિમાં મુકાયા હતા. ઝઘડિયા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા દવાખાનાની કમ્પાઉન્ડ વોલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જ્યારે આજરોજ રાજપારડી ઝઘડિયા વચ્ચે ધોરીમાર્ગ પર સિમધરા નજીક રોડ પરથી પાણી વહેવાના કારણે અમુક સમય વાહનવ્યવહાર બંધ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આમ ઝઘડિયા તાલુકામાં અવિરત વર્ષાને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.