રાજકોટ શહેર આજીનદી પર થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર બન્યો હત્યારો.
રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર નવા થોરાળા વિસ્તારના ગોકુલપરામાં રહેતો ર૧ વર્ષનો યુવાન નિતીન ઉર્ફ નિખીલ ઉર્ફ નાથો પરષોત્તમભાઈ સોલંકી શનિવારે રાતે ગૂમ થયા બાદ રવિવારે ગૂમ થયાની પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન આ યુવાનની તેના જ બે મિત્રોએ આજીનદી કાંઠે પથ્થરના ઘા માથામાં ફટકારી ક્રુર હત્યા કરી હોવાનો ભેદ થોરાળા પોલીસે કલાકોમાં ઉકેલી તેના એક મિત્ર મનોજને સકંજામાં લીધો છે, બીજો મિત્ર કરણ ફરાર થઈ ગયો છે. હત્યાનો ભોગ બનનારના અગાઉ લવમેરજ થયા હતાં અને છુટાછેડા થઈ ગયા હતાં. અગાઉ તેની પત્નિ સાથે મિત્ર કરણને કંઈક છે તેવી શંકા ઉપજતાં આ મામલે અવાર-નવાર ગાળા-ગાળી થતી હતી. તેના કારણે હત્યા થયાનું હાલ બહાર આવ્યું છે. આ બનાવમાં થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર નિતીન ઉર્ફ નિખીલ ઉર્ફ નાથો પરષોત્તમભાઈ સોલંકી ઉ.૨૧ ના મોટાભાઈ ધીરૂ ઉર્ફ કિશન પરષોત્તમભાઈ સોલંકી ઉ.રર રહે.ગોકુલપરા-૧ ની પાછળ નવા થોરાળા ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનેલા નિતીન ઉર્ફ નાથાના જ મિત્રો મનોજ પ્રવિણભાઈ મકવાણા તથા કરણ હેમતભાઈ રાઠોડ વિરૂધ્ધ BNS કલમ-૧૦૩ (૧), ૫૪ મુજબ હત્યાનો ગુનો નોંધી એક આરોપી મનોજને સકંજામાં લઈ અન્ય આરોપી કરણની શોધખોળ હાથ ધરી છે. ધીરૂ ઉર્ફ કિશન સોલંકીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કરિયાણાની દુકાન ચલાવુ છું. પિતા પરષોત્તમભાઈ, માતા હંસાબેન, દાદા મગનભાઈ સાથે રહું છું, જેની હત્યા થઈ તે નાનો ભાઈ નિતીન ઉર્ફ નિખીલ ઉર્ફ નાથો પણ સાથે રહેતો હતો. તા.૨૦/૭ના શનિવારે મોડી રાત સુધી મારો નાનો ભાઈ નિતીન ઘરે ન આવ્યો નહોતો. જેથી અમને થયું હતું કે તે સવાર પડ્યે આવી જશે. પણ રવિવારે ૨૧મીએ સવારે પણ તે ઘરે ન આવતાં અમે તેને શોધવા માટે તેના બે મોબાઈલ નંબર પર વારંવાર ફોન કરતાં હતાં. પરંતુ તે ફોન રિસીવ કરતો નહોતો. આ પછી મારા પરિવારના સભ્યોએ મારા ભાઇ નિતીન ઉર્ફ નાથાના મિત્રોને પણ ફોન કરીને નિતીન વિશે પુછતાછ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. આ પછી અમે ઠેકઠેકાણે મારા ભાઈની શોધખોળ ચાલુ કરી હતી. બપોર બાદ સાડા ચારેક વાગ્યા સુધી નિતીન ઉર્ફ નાનાથી કોળ ભાળ ન મળતાં અને તેના બંને ફોન નંબર પણ સ્વીચ ઓફ થઈ જતાં અંતે રાતે મારા પિતા પરષોત્તમભાઈએ થોરાળા પોલીસ સ્ટેશને જઈ ભાઈ નિખીલ ઉર્ફ નિતીન ઉર્ફ નાથો ગુમ થયાની જાણ કરી હતી. ત્યારબાદ અમે અમારી રીતે મારા ભાઈની શોધખોળ કરી રહ્યા હતાં. આ દરમિયાન સોમવારે રરમીએ સાંજે મને વિમલ ઉર્ફ ઘોંચુ મકવાણા અને વિજય ઉર્ફ અનો સોલંકી મળ્યા હતાં. તેણે કહ્યું હતું કે તારો ભાઈ નિતીન ઉર્ફ નાથો ઉર્ફ નિખીલને મેં બે દિવસ પહેલા રાતે મનોજ મકવાણા અને કરણ રાઠોડ સાથે આજીનદીના કાંઠે ક્રિષ્નાપાર્ક નજીક જે રસ્તો જાય તે રસ્તા પર ચાલીને જતાં જોયા હતાં. જેમાં કરણ અને મનોજ તારા ભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરતાં હતાં. આથી મને શંકા ઉપજી હતી કે ક્યાંક મારા ભાઈ નિતીન ઉર્ફ નાથા સાથે કંઈ અજુગતુ તો થયું નથી ને? જેથી અમે પરિવારના સભ્યો અને વિમલ, વિજય, દિલીપભાઈ સહિતના નવા થોરાળા ક્રિષ્નાપાર્કના રસ્તે આજીનદીના કાંઠા તરફ મારા ભાઈ નિતીનની શોધખોળ કરવા પહોંચ્યા હતાં. દરમિયાન રાતે સાડા દસેક વાગ્યે નવા થોરાળા પાછળ ગૌશાળાની સામે આજીનદીના કાંઠે ઘાંસની જાળીમાં ટોર્ચ કરતાં એક વ્યક્તિ જમીન પર પડેલી દેખાતાં ત્યાં જઈ જોતાં મારો ભાઈ નિતીન ઉર્ફ નાથા જેવા જ કપડા પહેરેલા હોઈ નજીક જઈ જોતાં તેના માથા, શરીરમાં જીવાતો પડી ગયેલી દેખાઈ હતી. ૧૦૮ બોલાવાતાં તેના ડોક્ટરે મૃત જાહેર કરતાં થોરાળા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ પણ આવી ગઈ હતી. એ પછી પોસ્ટ મોર્ટમ રૂમે લઈ ગયા હતાં. મારા ભાઇ નિતીન ઉર્ફ નાથાના જમણા હાથની કલાઈ પર કરોડીયાની જાળીનું ટેટૂ અને જમણા હાથના અંગુઠા પાસે અંગ્રેજીમાં N.S ત્રોફાવેલા હતાં, જે આ લાશમાં જોવા મળતાં તે મારા ભાઈ નિખીલ ઉર્ફ નિતીન ઉર્ફ નાથાની જ લાશ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. તેને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ કે પથ્થર ફટકારી મારી નાખવામાં આવ્યાનું જણાયું હતું. કોઈ કારણોસર ઝઘડો કરી તેના જ મત્રો મનોજ અને કરણે મારા ભાઈની હત્યા કરી હતી. તેમ વધુમાં ધીરૂ ઉર્ફ કિશન સોલંકીએ જણાવતાં PI એન.જી.વાઘેલા, PSI એમ.એસ.મહેશ્વરી, ભરતસિંહ પરમાર, દિવ્યરાજસિંહ સહિતે ગુનો નોંધી આગળ કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાંચના એમ.જે.હુણ, કરતસિંહ ઝાલા, LCB ઝોન-૧ ટીમનો સ્ટાફ પણ પહોંચ્યો હતો. થોરાળા પોલીસે એક આરોપી મનોજ પ્રવિણભાઇ મકવાણાને સકંજામાં લઇ લીધો છે. તેણે પહેલા તો ગલ્લા તલ્લા કર્યા હતાં. બાદમાં હત્યાની કબુલાત આપી હતી. પોતાની સાથે હત્યામાં કરણ હેમતભાઈ રાઠોડ પણ સામેલ હોવાનું તેણે રટણ કર્યુ હતું. મનોજે પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે હત્યાનો ભોગ બનનાર નિતીન ઉર્ફ નાથો મારો અને કરણનો મિત્ર હતો. તેના છુટાછેડા થઈ ગયા હતાં અને તેને એવી શંકા હતી કે તેની પત્નિ સાથે કરણને આડા સંબંધ છે, આ કારણે તે કરણને ન બોલાવના શબ્દો બોલતો હતો અને સતત ગમે ત્યારે સામે મળે ત્યારે અને ફોન કરીને ગાળો દેતો હતો. જે બાબતનુ લાગી આવતા આ બનાવ બન્યો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.