બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન
બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથજી ટુંડિયા તેમજ ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમજ આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરએ તાકીદ કરી હતી.
રીપોર્ટર: અશરફ જાગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.