સભામાં બેસવા માટેના નવા નિયમો સહિતની દરખાસ્તો મંજૂર
મનપાના જનરલ બોર્ડની પ્રેક્ષક ગેેલેરીમાં સામાન્ય લોકોને બેસવા દેવા માટેના નવા નિયમો આજની સભામાં મંજૂર કરાયા છે. બોર્ડમાં એજન્ડા પરની 10 દરખાસ્ત અને અધ્યક્ષસ્થાનેથી મૂકાયેલી 3 મળી કુલ 13 દરખાસ્ત મંજૂર કરાઇ હતી.
મનપા સેક્રેટરી તરફથી દરેક સભ્યને તેમના મહેમાન માટે પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટે એક કલાક અગાઉ સંખ્યાની મર્યાદામાં પાસ અપાતા હતા. 10 પ્રવેશપત્ર મેયર માટે અનામત રહેતા હતા. હવે નવા મંજૂર કરાયેલા નિયમ મુજબ દરેક મીટીંગમાં જાહેર જનતા માટે પ્રેક્ષક ગેલેરી ખુલી રહેશે. સભાના એક કલાક પહેલા સેક્રેટરી પાસેથી ફોર્મ મેળવીને નામ, સરનામુ, નંબર સહિતની વિગતો, ફોટો ઓળખપત્ર અને ઓળખ આપનારની પણ ફોટો આઇડી સાથે સ્વપ્રમાણિત નકલ આપવાની રહેશે. પ્રેક્ષકને મોબાઇલ સહિતની વસ્તુ લઇ જવાની છુટ નથી. જો કામગીરીમાં ખલેલ પહોંચાડે તો મેયર તેમને સભામાંથી દુર કરી શકશે.
મેયર અને ડે.મેયર સભામાં ન હોય ત્યારે સ્ટે.ચેરમેન પણ અધ્યક્ષ રહી શકશે. ખાસ સમિતિના રોજકામની બુક અને ઠરાવો સામાન્ય જનતા પ્રતિ કલાક પ0 પૈસા ફીમાં જોઇ શકતી હતી જે હવે પ્રતિ કલાક રૂા.બે હજાર નકકી કરાયા છે.
સભાના એજન્ડામાં રહેલી નાના મવા ચોકની જમીનની હરાજી રદ્દ કરવા, દબાણ હટાવ ઇન્સ.ની જગ્યા સેટઅપમાં લેવા, વાવડીના રામનગરમાં પાણીની સુવિધા, શ્રમિક બસેરા, વોર્ડ નં.18 સાત રસ્તા પાસેના ચોકનું બાપ્સ સ્વામીનારાયણ ચોક, કોઠારીયા રોડની કેદારનાથ સોસાયટી મેઇન રોડનું ઉકાભાઇ નનાભાઇ લાવડીયા નામકરણ મંજૂર કરાયું છે. સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ખેરને ફરજમાંથી મોકુફ કરાયાનો રીપોર્ટ મંજૂર કરાયો હતો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.