ઊંઝાના ભુણાવ ગામની સમીમાં બોર ઉપર એક આધેડને વીજ કરંટ લાગતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું, પિતાને બચાવવા જતા દીકરીને પણ કરંટ લાગ્યો સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અકસ્માતે વીજ કરંટ લાગવાથી મોત નીપજતા ઊંઝા પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથધરી હતી. - At This Time

ઊંઝાના ભુણાવ ગામની સમીમાં બોર ઉપર એક આધેડને વીજ કરંટ લાગતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું, પિતાને બચાવવા જતા દીકરીને પણ કરંટ લાગ્યો સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અકસ્માતે વીજ કરંટ લાગવાથી મોત નીપજતા ઊંઝા પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથધરી હતી.


ઊંઝા તાલુકાના ભુણાવ ગામના ઠાકોર જીવણજી મોનાજીને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. ભુણાવ ગામના પટેલ મણિલાલના બોર ઉપર ઓપરેટર તરીકે કામ કરતા હતા,જેમાં ઠાકોર જીવણજીને તારીખ 17-07-24 ના રોજ સાંજે આશરે 8:15 વાગ્યાની આસપાસ બોર ઉપર વીજ વાયરનો કરંટ લાગ્યો હતો. જેમાં સાંજે ઠાકોર જીવણજી ઘરે પરત આવ્યા નહતા જેના લીધે તેમની દીકરી અને તેમની માતા બન્ને જણા બોર ઉપર ગયા હતા.ત્યા જઈને જોતા ઠાકોર જીવણજી જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં પડેલા જોતા તેમની દીકરીએ પિતાને બચાવવા જતા તેને પણ વીજ કરંટ લાગ્યો હતો.જેમાં તાત્કાલિક મહોલ્લાના માણસો આવી જતા દીકરીને સારવાર અર્થે કહોડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યા ફરજ પરના ડોક્ટર પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.ત્યારબાદ સિવિલ હોસ્પિટલ માંથી સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
વધુમાં ઠાકોર જીવણજીને તાત્કાલિક ઊંઝા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.જેમાં અકસ્માતે મોત થતા ડોક્ટરે ઊંઝા પોલીસ સ્ટેશન જાણ કરતા દાસજ બીટના ઇન્ચાર્જ ભાવિકભાઈ આવીને તપાસ કરતા જે હકીકતના આધારે અકસ્માતે વીજ કરંટ લાગતા મોતનો ગુન્હો દાખલ કર્યો હતો.અને મૃતકને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.જેમાં આવી દુઃખદ ઘટના બનતા ભુણાવ ગામમાં શોકમય વાતાવરણ બન્યું હતું.
ચોમાસા જેવી ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોઈ આવી કોઈ બીજી ઘટના બને નહીં એ તમામ પરિવારોએ ધ્યાન રાખવું જોઈએ.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.