બાલાસિનોર પાંડવા વતન કિ આન બાન ઔર શાન 108 વૃક્ષોનું બારોટના મુવાડા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર પાંડવા વતન કિ આન બાન ઔર શાન 108 વૃક્ષોનું બારોટના મુવાડા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું


*"આઇ શ્રી ખોડિયાર મંદિર , બારોટના મુવાડા" ગામે માદરે વતન થીમ હેઠળ ૧૦૮ વૃક્ષો રોપવાનો અનેરો કાર્યક્ર્મ યોજાયો..*

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે બારોટના મુવાડા ખાતે "માતાની ડુંગરી" તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે બારોટ પરિવારોની કુળદેવી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.વર્ષો પહેલાં અહીંયા એક ગામ તરીકે પહેલેથી વસવાટ કરતો બારોટ પરિવાર અત્યારે સામાજિક ,આર્થિક , નોકરી , ધંધા રોજગારના કારણોસર બાયડ,વાત્રક ,દહેગામ મુંબઈ, વડોદરા વગેરે સ્થળોએ જમીન જાગીર સંપતિ વસાવી નોકરી ધંધા કરી આગવી ઓળખ ઊભી કરેલ છે. પણ વતન એ વતન છે..તેમનો માદરે વતન નો મોહ અકબંધ રહ્યો છે..એમાંય કુળદેવી માં દુર્ગા માં ખોડિયાર ની મોહમાયા તેમને અહીંયા ખેચી લાવે છે..માં જોગમાયા આધશક્તિ ખોડિયાર કળિયુગમાં પરચાધારી માં તરીકે માનવામાં આવે છે,જે દરેકની ઈચ્છા પૂરી કરે છે અને તમામ દુઃખો અને દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે.બારોટ પરિવાર નૂતનવર્ષ ,નવરાત્રી ,સારા નરસા દરેક પ્રસંગે માં ને યાદ કરી અચૂક મુલાકાત લે છે..
માતાજીના મંદિરની જાળવણી તથા વિકાસ માટે "આઇ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ,બારોટના મુવાડા" નામે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી છે જે મંદિરની દેખભાળ ઉપરાંત આસપાસ ના ગામડાઓમાં વસતા લોકો માટે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક લક્ષ્યો ને પ્રાપ્ત કરવા માટે કામ કરશે.
આ ટ્રસ્ટ દ્વારા "એક પેડ માં કે નામ" કાર્યક્ર્મ અંતર્ગત તા.૧૪-૦૭-૨૪ ને રવિવાર ના રોજ વિવિઘ પ્રકારના ૧૦૮ વૃક્ષોનું મહાનુભાવો જેવાકે
શ્રી માનસિંહજી ચૌહાણ M.L.A.,શ્રી ઉદેસિંહજી ચૌહાણ, માજી જિલ્લા પંચાયત સદસ્ય,શ્રી ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટ ટ્રસ્ટ પ્રમૂખશ્રી, શ્રી સ્વરૂપસિંહજી ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય, શ્રી કેતનસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પ્રમુખ, યુવા મોરચા,શ્રી તેજવંતભાઈ સેવક, પત્રકાર.,શ્રીમતી જયાબેન ઉદેસિંહ ઠાકોર, ઉપપ્રમુખ મહિલા મોરચો, ભાજપ, મહીસાગર ,શ્રી બાબુભાઈ ચૌહાણ, શ્રી અજીતસિંહજી, સરપંચ પાંડવા., શ્રી પોપટભાઈ ચૌહાણ, સરપંચશ્રી પાટડીયા, શ્રી રણજીતસિંહ ચૌહાણ, ઉપ-પ્રમુખ, ઠાકોર સેના, શ્રી ગોપાલભાઈ એડવોકેટ, બાલાસિનોર, શ્રી કાળુ સિંહ ઠાકોર, ડોસલીયા,તથા ટ્રસ્ટી મંડળ ના સભ્યો તથા અન્ય આમંત્રિત મહેમાનો એ જાતેજ મંદિર પરિસર માં વૃક્ષા રોપણ કરેલ છે..જેને ખુબ કાળજી રાખી જતન કરી ઉછેરવા માં આવશે..


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.