ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા જન્મદિવસ 16 જુલાઈ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર
દિગ્વિજયસિંહ જાડેજા
જન્મદિવસ 16 જુલાઈ
-રાજકોટ-મોરબી-કચ્છ-ભાવનગર કાબિલે દાદ કામગીરી
- ગીર સોમનાથ જિલ્લામાં અનેકવિધ પગલાંઓ સક્રિયતાથી રેકોર્ડ બ્રેક કામગીરી
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા આજ 16 જુલાઈ જન્મદિવસ. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે તારીખ 16-7-1968 ના રોજ જન્મેલા તેઓ 1996 ની બેન્ચના જી એ એ એસ કેડરના બહોશ કર્મયોગી અને વહીવટી કુશળતા ધરાવતા અધિકારી છે.
બીએસસી કેમેસ્ટ્રી સુધીનો તેજસ્વી અભ્યાસ ધરાવતા તેઓ આ અગાઉ વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી, નખત્રાણા કચ્છ જુનાગઢ પ્રાંત અધિકારી, ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, લાઈવ હુડ કંપનીના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર રાજકોટ શહેરી વિકાસ મંડળ રૂડા ના મુખ્ય અધિકારી, મોરબી ડી.ડી.ઓ અને હાલ ગીર સોમનાથ જિલ્લા કલેકટર તરીકે કાર્યરત.
જિલ્લા કલેકટર એ જિલ્લાના આંખ અને કાન છે તે સૂત્રનું જીવંત ઉદાહરણ એવા તેઓએ જિલ્લાભરમાંથી સરકારી જમીનો ઉપરના ગેરકાયદેસર જંગી જમીનો દબાણ મુક્ત કરી છે ગીરના 16 ગામોનો વન વિભાગ સાથેનો પડતર વર્ષોનો પ્રશ્ન ઉકેલી અને વરસાદી નદીના પાણી નિકાલની જબરદસ્ત વ્યવસ્થાઓ કરી સદાય સ્ફૂર્તિ અને ગામ ગામડામાં પગપાળા ફરી જિલ્લામાં ક્યારેય ન હોય તેવી રેકોર્ડ બ્રેક કામગીરી કરનાર સુપેરે લાજવાબ કલેકટરને ઠેર ઠેરથી અભિનંદન વરસાદ થઈ રહ્યો છે. મોબાઇલ નંબર 9978405934.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.