એક વર્ષ પછી જેલમાંથી બહાર આવશે ઈમરાન ખાન:ઇસ્લામાબાદ કોર્ટે નકલી નિકાહ કેસમાં નિર્દોષ જાહેર કર્યા, 3 કેસમાં સજા થઈ; 2માં પહેલાંથી નિર્દોષ જાહેર - At This Time

એક વર્ષ પછી જેલમાંથી બહાર આવશે ઈમરાન ખાન:ઇસ્લામાબાદ કોર્ટે નકલી નિકાહ કેસમાં નિર્દોષ જાહેર કર્યા, 3 કેસમાં સજા થઈ; 2માં પહેલાંથી નિર્દોષ જાહેર


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે. તેમને નકલી નિકાહ કેસમાં મુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્લામાબાદ કોર્ટે શનિવારે આ નિર્ણય સંભળાવ્યો. આ પહેલાં તેમને તોશાખાના કેસ અને સાઇફર મામલે નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઇસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટે શનિવારે આદેશ આપ્યો છે કે જો ઇમરાન ખાન અને બુશરા બીબી કોઈ અન્ય મામલે વોન્ટેડ નથી તો તેમને તરત જ જેલમાંથી મુક્ત કરવામાં આવે. ઇમરાન ખાન અને તેમની પત્નીને ફેબ્રુઆરીમાં નકલી નિકાહ કેસ મામલે 7 વર્ષની જેલ અને બંને પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખાનને ગયા વર્ષે 9 મેના રોજ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી અલ કાદિર ટ્ર્સ્ટ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની ધરપકડ પાકિસ્તાન રેન્જર્સે કરી હતી. ઇસ્લામાબાદ કોર્ટના નિર્ણયને ઇમરાન ખાનની પાર્ટી PTIના ચેરમેન ગોહર ખાને દેશની જીત જણાવી છે. તેમણે જણાવ્યું કે મારી આજે અદિયાલા જેલમાં મુલાકાત થઈ છે. ખાન નિર્ણયથી ઘણાં ખુશ છે. નકલી નિકાહ (ઇદ્દત) કેસ શું છે?
બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ બુશરા અને ઈમરાન પાર વિરુદ્ધ ઈદ્દતના સમયગાળા દરમિયાન લગ્નનો કરાર કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં તેમને 3 ફેબ્રુઆરીએ દોષી ઠરાવવામાં આવ્યા હતા. આ પછી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલ અને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગયા મહિને ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને સાઈફર કેસ (સીક્રેટ લેટર ચોરી)માં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.