પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્યની રાવણ અને ઔરંગઝેબ સાથે સરખામણી કરનાર યુવક પર ફરિયાદ દાખલ
રિપોર્ટર:ઝાકીર હુસેન મેમન
પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્યની રાવણ અને ઔરંગઝેબ સાથે સરખામણી કરનાર યુવક પર ફરિયાદ દાખલ
હિંમતનગર શહેર તથા આસપાસ આવેલા વિસ્તારની સરકારી જમીનમાં નિર્માણ થયેલા ૨૨ જેટલા નાના મોટા પૌરાણિક મંદિરો અને ૨ દરગાહના દબાણો દૂર કરવાની ચર્ચાએ શહેરમાં જોર પકડયુ છે ત્યારે શહેરના ઉમંગ પંચાલે યુવાને ગમે તે કારણોસર સોશિયલ મિડિયામાં પૂર્વ ગૃહ રાજયમંત્રીને દમણનો રાવણ તથા હિંમતનગરના ધારાસભ્યને ઔરંગઝેબ, કંકાસ પુરુષ જેવા આપત્તિજનક અપમાનિત શબ્દો લખીને વાયરલ કરાતા તે સંદર્ભે ગુરવારે એ. ડિવીઝન પોલીસ મથકે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.