સાયલા ના અડાળા ગામે જીલ્લા કલેક્ટર દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ની મુલાકાત લીધી.
સાયલા તાલુકાના અડાળા ગામે ખેડૂત ભોપાભાઈ વેલાભાઈ હાડગડા ના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ પર જિલ્લા કલેકટર કે.સી. સંપટ સાહેબ ની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિની જાણકારી આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માહિતી આપતા કલેક્ટર દ્વારા જણાવ્યું કે 50 વર્ષ પહેલા આપણે સૌ પશુ પણ ન ખાય ય એવા લાલ ઘઉં વિદેશમાંથી લાવીને ખાતા હતા. આજે સમય બદલાયો છે અને ઘઉંની નિકાસ કરતા થયા છીએ પરંતુ વધુ ઉત્પાદન મેળવવા ગુણવત્તાને બાજુ ઉપર રાખી આપણે સૌ રાસાયણિક ખાતર વાપરવામાં ખૂબ જ અતિરેક કર્યો છે અને જેના માઠા પરિણામો સૌ ભોગવી રહ્યા છીએ ત્યારે ફરી ધરતી માતાની ફળદ્રુપતા પાછી લાવી ખેડૂત પરિવારને, ગ્રામજનોને અને સમગ્ર સમાજને ઝેર રહિત સાત્વિક આહાર આપણે આપીશું તો માનવજાત માં રોગો ઘટાડી શકીશું. આ પ્રસંગે ઉપસ્થિત આત્માપ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે જણાવ્યું કે જમીનને વારંવાર ખેડવામાં ન આવે અથવા બિલકુલ ન ખેડવામાં આવે એવી જમીનમાં કાર્બન તત્વ જમીનમાં વધે છે ભોપાભાઈ જમીનમાં ખેડ કરેલ નથી તેમ છતાં આ સાવ વેરાન પ્રદેશમાં આંખો ને ગમે એવું નંદનવન પ્રાકૃતિક કૃષિનું અહીં તૈયાર થયું છે. તો આસપાસના ખેડૂતો આ મોડેલ ફાર્મ ની ખાસ મુલાકાત લે અને પોતાની જમીનમાં પ્રાકૃતિક કૃષિના પ્રયોગો કરે. આ પ્રસંગે સાયલા તાલુકાના અડાળા, સોખડા, કોટડા ,નાના હરણીયા વગેરે ગામોના 80 થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. ખાસ આગાખાન સાયલા ના એરીયા મેનેજર મેહુલભાઈ એ મિયાવાકી પદ્ધતિના ફાયદા જણાવ્યા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા આહવાન કર્યું. આ કાર્યક્રમમાં સાયલા તાલુકાના કૃષિ આત્માપ્રોજેકટ અને આગાખાન સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.