દિવ્યાંકા-વિવેક યુરોપમાં ફસાયા:કપલને નજીકના મિત્રનો સાથ મળ્યો, દિવ્યાંકાએ કહ્યું,'અમે એમ્બેસી જઈ રહ્યા છીએ, બધું બરાબર થઇ જશે' - At This Time

દિવ્યાંકા-વિવેક યુરોપમાં ફસાયા:કપલને નજીકના મિત્રનો સાથ મળ્યો, દિવ્યાંકાએ કહ્યું,’અમે એમ્બેસી જઈ રહ્યા છીએ, બધું બરાબર થઇ જશે’


ત્રણ દિવસ પહેલાં એટલે કે (10 જુલાઈ)એ એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેનો પતિ વિવેક દહિયા ફ્લોરેન્સમાં લૂંટાયા હતા. તેઓએ તેમના પર્સ, પાસપોર્ટ અને કિંમતી સામાન ગુમાવી ચૂક્યા હતા. જો કે, હવે તેમની પૈસાની સ્થિતિમાં સુધારો થયો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન દિવ્યાંકાએ આ અંગે અપડેટ આપી હતી. નાણાંની સ્થિતિમાં અમુક અંશે સુધારો થયો છેઃ દિવ્યાંકા ત્રિપાઠી
એકટ્રેસે કહ્યું, 'તમારા પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. ખરેખર, તે સમયે હું એવી સ્થિતિમાં અટવાઈ ગઇ હતી. જ્યાં કોઈની સાથે વાત કરવી મારા માટે અશક્ય હતી. હું ખૂબ જ પરેશાન હતી. હવે અમારી સ્થિતિ પહેલાં કરતા ઘણી સારી છે. અમારી નાણાકીય સ્થિતિમાં અમુક અંશે સુધારો થયો છે. ઠીક છે, અમે બધુ નથી ગુમાવ્યું જેમ આ અંગે વાત કરવામાં આવી રહી છે. અમારી પાસે કેટલીક વસ્તુઓ હજુ પણ છે. વિવેકના મિત્રએ તેનું ક્રેડિટ કાર્ડ આપ્યું વધુમાં એક્ટ્રેસે કહ્યું, 'વિવેકના એક જૂના યુનિવર્સિટી મિત્રએ અમને મદદ કરી છે. તેમણે અમને તેમનું ક્રેડિટ કાર્ડ આપ્યું, જેનાથી થોડી રાહત મળી છે. આજે અમે અહીંની એમ્બેસીમાં પણ જવાના છીએ. અમને ખાતરી છે કે તેઓ અમને મદદ કરશે અને આ પરિસ્થિતિ ઉકેલાઈ જશે. આ કપલ તેમની આઠમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા યુરોપ ગયા હતા. યુરોપિયન શહેર ફ્લોરેન્સમાં આ કપલ દિવસે લૂંટાઈ ગયું હતું. વિવેક દહિયાએ સોશિયલ મીડિયા પર લૂંટની માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા વિવેક દહિયાએ આ ઘટનાની માહિતી આપી હતી. વીડિયોમાં તેમણે કહ્યું હતું- 'આ એક સુરક્ષિત જગ્યા માનવામાં આવતી હતી. હોટલના લોકોને ખબર હતી કે અમારી કારમાં સામાન હતો. આમ છતાં અમારા તમામ દસ્તાવેજો, પૈસા, પાસપોર્ટ, છેલ્લા 15 દિવસમાં કરેલી તમામ ખરીદી સહિતની દરેક વસ્તુ ચોરાઈ ગઈ છે. અમારું બધું જ ચોરાઈ ગયું છે. પોસ્ટમાં એક્ટરે વધુમાં લખ્યું છે કે 'મહેરબાની કરીને કેવી રીતે કાળજી લેવી જોઈએ તે સૂચવીને અમને હેરાન કરશો નહીં. આ કોઈને પણ થઈ શકે છે. પરંતુ હું આશા રાખું છું કે આવું નહીં થાય. જો તમે કરી શકો તો મદદ કરો, અથવા જો કરવું મુશ્કેલ હોય તો સહાનુભૂતિ દર્શાવો. જો તમે આવું નથી કરી શકતા તો તમે તમારું કામ કરો અને આગળ વધો.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.