સાપ બોલ્યો- ‘9મી વખત તને નહીં જ છોડું’:40 દિવસમાં યુવકને 7 વખત કરડ્યો, માસી-કાકાના ઘરે જાય, તો ત્યાં પણ કરડે; શનિ-રવિવારે જ ડંખ મારવાની રહસ્યમય કહાની
ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 40 દિવસમાં એક સાપે એક વ્યક્તિને સાત વખત ડંખ માર્યો હતો. બીજી તરફ છ વખત યુવકને કંઈ થયું ન હતું, પરંતુ સાતમી વખત તેને સાપે ડંખ મારતાં યુવકની હાલત ગંભીર બની ગઈ હતી. હાલમાં તે આઈસીયુમાં દાખલ છે, આ સાથે એ વાત પણ સામે આવી છે કે જ્યારે યુવકને ત્રીજી વખત સાપે ડંખ માર્યો હતો ત્યારે તેને એક સપનું પણ આવ્યું હતું, જ્યાં સપનામાં સાપે કહ્યું- હું તને 9 વખત ડંખ મારીશ. સાપે આગળ સ્વપ્નમાં કહ્યું- આઠમી વખત સુધી તો તું બચી જઈશ, પરંતુ નવમી વખત કોઈપણ શક્તિ,તાંત્રિક અને ડોક્ટર બચાવી નહીં શકે. હું તને મારી સાથે લઈ જઈશ. આશ્ચર્યની વાત એ છે કે દર વખતે શનિવાર અને રવિવારે જ યુવકને સાપે ડંખ માર્યો હતો. પીડિતાના કાકાએ જણાવ્યું, આ વખતે શનિવારે બાલાજી મંદિર જવાની ચર્ચા કરી તો ગુરુવારે રાત્રે જ સાપે સાતમી વખત ડંખ માર્યો હતો. યુવકની સારવાર કરી રહેલા તબીબો પણ આ કિસ્સો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. કાકાએ સરકાર પાસે માગી મદદ
તમને જણાવી દઈએ કે સર્પદંશથી પીડિત 24 વર્ષીય વિકાસ દુબે માલવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌરા ગામનો રહેવાસી છે, જ્યાં તેને 40 દિવસમાં 7મી વખત સાપ કરડ્યો છે. યુવક અને તેના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ તેને સાપ કરડે એ પહેલાં તેને ભયનો આભાસ થાય છે, સાપના કોપથી બચવા યુવક ક્યારેક માસી તો ક્યારેક કાકાના ઘરે જાય છે, પરંતુ ત્યાં પણ સાપ તેને ડંખ મારે છે. આ યુવકની સારવાર એક જ હોસ્પિટલમાં થાય છે અને ત્યાંના ડૉક્ટરો પણ આશ્ચર્યમાં છે કે આ કેવી રીતે શક્ય છે. હવે વિકાસ દુબેનો પરિવાર સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યો છે. પીડિતના કાકા રાધાકૃષ્ણએ જણાવ્યું હતું કે વિકાસને અગાઉ પણ 6 વખત સાપે ડંખ માર્યો હતો. આજે મને ફરીથી 7મી વખત કરડ્યો. એ પહેલાં જ કહી દે છે કે કાકા મારી ડાબી આંખ ફરકે છે. તે કહે છે કે મારા જીવને જોખમ છે અને થોડીવાર બૂમ પાડે છે કે મને સાપ કરડ્યો. જ્યારે અમે બધા જોઈએ તો ત્યાં અમને કંઈ નથી દેખાતું. આ પછી અમે તેને હોસ્પિટલ લઈ જઈએ છીએ. તે કહે છે કે 9 વખત સાપ કરડશે, 9મી વખત મને સાથે લઈ જશે. કોઈ તાંત્રિક કે કોઈ મહાત્મા પણ બચાવી નહીં શકે. સરકાર પાસે અમારી એક જ માગ છે કે અમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને મદદ આપવામાં આવે. અમે ખૂબ જ ચિંતિત છીએ. છોકરો અત્યારસુધી તેના ઘરે જ હતો. ત્યાર પછી કાકાને ત્યાં રહ્યો, માસીને ત્યાં રહ્યો. જ્યાં જાય છે ત્યાં શનિવાર, રવિવાર અને ગુરુવારે સાપ કરડે છે. ડોક્ટરે બીજે ઈલાજ કરાવવાની સલાહ આપી
વિકાસ દુબેની સારવાર કરતાં ડોક્ટર જવાહરે જણાવ્યું કે હું ડ્યૂટી પરથી આવી રહ્યો હતો ત્યારે લગભગ 9 વાગ્યે વિકાસ દુબે આવ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે તેને સાપ કરડ્યો છે ત્યારે મેં તેને એડમિટ થવાની સલાહ આપી. દાખલ કર્યા બાદ સારવાર કરવામાં આવી હતી. એન્ટી સ્નેક વેનમ આપીને દર્દીને સાજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડોક્ટરે કહ્યું કે બે-ત્રણ કલાક પહેલાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. હવે સારી છે, પરંતુ હજુ પણ 24 કલાક કંઈ કહી શકાય નહીં. અત્યારસુધીમાં 7મી વખત કરડ્યો. મેં તેના પરિવારના સભ્યોને તેને બહાર ક્યાંક બતાવવા કહ્યું છે. કોઈ સારા ડૉક્ટરને બતાવે, પણ એ લોકોને આ હોસ્પિટલ પર જ વિશ્વાસ છે એટલે તેઓ અહીં આવીને સારવાર કરાવે છે. હવે શું થશે, અમે કંઈ કહી ન શકીએ. આ વખતે હું છોકરા સાથે વાત કરી શક્યો નહીં, કારણ કે તે બોલવાની સ્થિતિમાં નહોતો. ડો. જવાહરે કહ્યું હતું કે છેલ્લી વખત મેં તેની સાથે વાત કરી હતી કે તું બીજે ક્યાંક રહેવા જતો રહે. તો તેણે કહ્યું કે હું ક્યાં જાઉં, હું જ્યાં જાઉં ત્યાં આવીને ડંખ મારે છે. જ્યારે મેં પૂછ્યું કે શું તેણે ક્યારેય જોયો છે સાપને, તો તેણે કહ્યું કે આ વખતે જોયો નથી, એટલે કે બે-ત્રણ વાર તેણે જોવાની વાત કહી, પણ આ વખતે તેણે ના પાડી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.