પોરબંદર માં સ્કિલ યુનિવર્સિટી અંતર્ગતના ટેકનિકલ કોર્સ શરૂ કરવા જરૂરી
વર્ષોથી બંધ પડેલ ટેકનિકલ હાઈસ્કૂલ અને નવયુગ વિદ્યાલય સામેના વોકેશનલ કોર્શ ચાલતો હતો તે બિલ્ડીંગમાં સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી: હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારને થઈ રજૂઆત*
સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત પોરબંદરમાં કોર્સ શરૂ કરવા માટે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્કીલ બેઝ અભ્યાસક્રમો ઉપર વધુ ભાર મૂકી રહી છે અને તેથી સ્કીલ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે અને તેના માધ્યમથી સ્કિલ બેઝ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
તો બીજી બાજુ પોરબંદરમાં એક સમયે બસ ડેપો સામે નાગાર્જુન સિસોદિયા પાર્કની પાસે સરકારી ટેકનીકલ હાઈસ્કૂલ ધમધમતી હતી અને ત્યાં જુદા જુદા પ્રકારના ટેકનિકલ કોર્સ કરાવવામાં આવતા હતા અને તેના માધ્યમથી અનેક કારીગરો તૈયાર થતા હતા યુવાનો સ્વરોજગારી મેળવી શકતા હતા એ જ રીતે નવયુગ વિદ્યાલય ની સામે આવેલ કેમ્પસમાં વોકેશનલ ટ્રેનિંગ કોર્સ થતા હતા અને તેમાં પણ અસંખ્ય યુવકો જુદા જુદા પ્રકારના કોષ કરીને સ્વરોજગારી મેળવતા હતા.
આ બંને ઇમારતો હાલ બિન ઉપયોગી છે અને બંધ છે માટે સરકારે સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત કાર્યવાહી કરીને પોરબંદરની આ બંને ઇમારતોમાં સ્કિલ બેઝ કોર્સ શરૂ કરવા જોઈએ.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે આજનો જમાનો 21મી સદીનો ટેકનોલોજીના યુગનો છે તેથી કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ એસી સહિત આધુનિક ઉપકરણોના રીપેરીંગ ના કોર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો પોરબંદરમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે ત્યારે યુવાનો અને યુવતીઓ આ પ્રકારના કોર્સ કરીને સ્વરોજગારી મેળવી શકશે અને તેના માધ્યમથી તેઓ પગભર થઈ શકશે માટે વહેલી તકે સ્કિલ બેઝ કોર્સ શરૂ કરવા માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.