ઘરે રમતી દોઢ વર્ષની ખુશી દામાણી ધાબા પરથી પટકાઈ : સારવારમાં મોત
શહેરના પેડક રોડ પર ન્યુ શક્તિ સોસાયટીમાં ઘરે રમતી વખતે દોઢ વર્ષની બાળકી એક માળની ઊંચાઈએથી પટકાતા સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ બન્યા બાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવની વિગત મુજબ, ખુશી કેતનભાઈ દામાણી (ઉં.વ.1.5, રહે. ન્યુ શક્તિ સોસાયટી, શેરી નં.1, પેડક રોડ, રાજકોટ) આજે બપોરે 2.15 વાગ્યે પોતાના ઘરે રમતી હતી.
ત્યારે ઘરના પહેલા માળેથી પડી જતા માથે - શરીરે ઇજા થઇ હતી. તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવમાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ખુશી બે બહેનમાં નાની હતી. તેના પિતા ઇમિટેશનનું કામ કરે છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.