રાજકોટના કણકોટ પાસે ચાલીને જતાં 64 વર્ષીય વૃધ્ધાને કારચાલક નબીરાએ ચાર કિમી સુધી ઢસડયા: કમકમાટીભર્યું મોત
રાજકોટમાં પણ નબીરા બેફામ બન્યા હોય તેમ ગઈ મોડીરાતે 11 વાગ્યાની આસપાસ પુરપાટ કાર ઝડપે આવેલા કારચાલક નબીરાએ કણકોટ ગામ પાસે રોડની સાઈડમાં ચાલીને 64 વર્ષીય વૃધ્ધા જઈ રહ્યાં હતાં ત્યારે કારચાલક નબીરાએ હડફેટે લઈ તેમને ચાર કિલોમીટર સુધી ઢસડયા હતાં અને કણકોટના પાટીયા પાસે લાશ ફેંકી નાસી છૂટ્યો હતો.
જ્યારે આગળ રહેલાં તેમનો પુત્ર પાછળ દોડ્યો હતો અને રાડારાડી કરતાં અન્ય લોકો પણ પાછળ દોડ્યા હતાં અને વૃધ્ધાના ઢસડવાના નિશાન પર તેમની પાસે પહોંચ્યા હતાં. ત્યારે વૃધ્ધાએ દમ તોડી દિધો હતો અને કાર ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અજાણ્યાં કારચાલક સામે ગુનો નોંધી નબીરા કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કણકોટ ગામે રહેતાં વિજયાબેન બીજલભાઈ બથવાર (ઉ.વ.64) તેમના નાના પુત્ર દિનેશ સાથે કચરો વિણવા માટે નીકળ્યા હતાં. ત્યારે માતા-પુત્ર કણકોટ ગામ પાસે કચરો વીણી રહ્યા હતાં ત્યારે માતા પાછળ હતી અને પુત્ર આગળ હતો. ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવેલા આર્ટિગા કારના ચાલકે વૃધ્ધાને હડફેટે લેતાં તેઓ કારમાં ફસાઈ ગયાં હતાં.
નબીરા કારના ચાલકે તેમને ઢસડતા આગળ કચરો વિણી રહેલ તેમનો પુત્ર તેમની પાછળ દોડ્યો હતો અને રાડો પાડતાં લોકો પણ કાર પાછળ દોડ્યા હતાં. પરંતુ કારચાલક ઉભો રહ્યો ન હતો. બાદમાં બેફામ બનેલા કારચાલકે વૃદ્ધાને કણકોટના પાટીયા પાસે ફેંકી નાસી છૂટ્યો હતો. બાદમાં વૃધ્ધાનક ઢસડવાના નિશાન પર તેમનો પુત્ર ત્યાં પહોંચતા વૃધ્ધાનું મોત નિપજી ચૂક્યું હતું.
બાદમાં દોડી આવેલ લોકોએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે વૃધ્ધાને તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીઆઈ હરિપરાએ જણાવ્યું હતું કે, હાલ અજાણ્યાં કાર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતકના પતિનું અગાઉ અવસાન થયેલ છે અને તેમને સંતાનમાં બે પુત્ર-બે પુત્રી છે. તેઓ તેમના નાના પુત્ર દિનેશ સાથે રહે છે અને માતા-પુત્ર ભંગાર વીણી ગુજરાન ચલાવતાં હતાં. તેમનો પુત્ર પણ માનસિક અશ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું.
કણકોટ પાસે થયેલ હિટ એન્ડ રનના બનાવમાં મૃત્તક વૃદ્ધાના પુત્રએ જણાવ્યું હતું કે, પુરપાટ ઝડપે આવેલ અર્ટીગા કારમાં ત્રણ શખ્સો બેસેલ હોય અને તમામ પિધેલી હાલતમાં હોવાની આશંકા દર્શાવી હતી.
કણકોટ પાસે થયેલ હિટ એન્ડ રનના બનાવમાં નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સામે રહેલા વૃદ્ધા પલભરમાં ગાયબ થઈ ગયા હતાં.બાદમાં તેના પુત્રએ રાડારાડી કરતાં લોકો પણ દોડયા હતાં. અને રસ્તામાં પડેલ વૃદ્ધાના સાડીના કટકા અને લોહીના નિશાન પર પાછળ દોડતા રહ્યા અને અંતે કણકોટના પાટીયા પાસેથી તેનો મૃતદેહ મળ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.