સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી
*સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી*
*********************
સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતા જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા અઘટીત બનાવ ન બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે એ વાઘેલા તેમને મળેલ અધિકારની રૂએ તકેદારીના પગલાં રૂપે પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા છે. જેમાં જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેમ કે, શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, ટોટા, બંદુક, ચપ્પુ, લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું.કોઇપણ ખવાઇ જાય તેવા પદાર્થ અથવા જલ્દી સળગી ઉઠે તેવી વસ્તુઓ, બીજા સ્ફોટક પદાર્થો લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું. પથ્થરો કે બીજા હથીયારો કે હથીયારો ફેકવાના કે નાખવાના યંત્રો કે સાધનો એકઠા કરવા તથા સાથે લઇ જવા અંગે કે તૈયાર કરવા કે સાથે લઇને ફરવાનું.સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવા બાબત. વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિ કે આકાર અથવા પુતળા દેખાડવાનું. લોકોએ બુમ પાડવાની કે ગીતો ગાવાની કે વાદ્ય વગાડવા બાબત. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવાનું જેનાથી સુરુચી અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનો તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનું તથા પત્રો, પત્રીકાઓ, પ્લેકાર્ડો, ચીત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવાનુંકે સાથે રાખીને ફરવાનું. અપવાદરૂપે આ વ્યક્તિઓને લાગુ પડશે નહી".જીમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી અથવા અધિકૃત કરેલ કોઇ પણ અધિકારીશ્રીએ શારીરીક અશક્તિના કારણે લાકડી, કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિઓ. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા - આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનું આવશ્યક હોય. કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખિતમાં મંજુરી આપી હોય તેવી સંસ્થા કે વ્યક્તિઓ.ખેતીના કામે ઓજારો લઇ જતાં ખેડુતો.સરકારશ્રીના સરકારી કાર્યક્રમ. આ જાહેરનામાનો ભંગ કરશે કે તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.
**************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.